Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ વહીવટી તંત્રની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર માટી ખનન અને રોયલ્ટી ચોરીનો પર્દાફાશ : પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે ચલાવ્યું ગુપ્ત ઓપરેશન, વાહનો અને મશીનરી જપ્ત

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખનન માફિયાઓ સામે વહીવટી તંત્રે કડક વલણ અપનાવી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંત અધિકારી ભરૂચના માર્ગદર્શન હેઠળ મામલતદાર ભરૂચ (ગ્રામ્ય) અને મામલતદાર ભરૂચ (શહેર)ની સંયુક્ત ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન ગેરકાયદેસર માટી ખનન અને કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરીનો પર્દાફાશ થયો છે.

મળતી માહિતી મુજબ તા. 18 જૂન, 2026ના રોજ મોડી રાત્રે અંદાજે 1:30 વાગ્યે વહીવટી તંત્રની ટીમે વસ્તીખંડાલી ગામની સીમમાં ગુપ્ત રેડ પાડી હતી. સ્થળ પર તપાસ દરમિયાન પરવાનગી વિના તેમજ મંજૂર મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં માટીનું ખોદકામ થતું હોવાનું સામે આવ્યું હતું. તંત્રે સ્થળ પરથી ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતી ભારે મશીનરી અને વાહનો ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા તમામ વાહનો અને મશીનરીને સ્થળ પર જ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી માટે ભૂસ્તરશાસ્ત્રી વિભાગને સોંપવામાં આવ્યા છે. તંત્રની આ અચાનક કાર્યવાહીને પગલે ખનન માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

આ ઉપરાંત ચૌલાદ ગામ ખાતે પણ માટી ખનન સંબંધિત તપાસ દરમિયાન મોટાપાયે રોયલ્ટી ચોરી ઝડપાઈ હતી. ભરૂચ શહેર વિસ્તારમાંથી પણ રોયલ્ટી પાસ વિના ગેરકાયદેસર રીતે માટીનું પરિવહન કરતી ત્રણ ટ્રકો ઝડપી પાડવામાં આવી હતી.

વહીવટી તંત્રએ સ્પષ્ટ જણાવ્યું છે કે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનાર અને નિયમોનો ભંગ કરનાર તત્વો સામે આગામી દિવસોમાં પણ આવી જ સઘન ઝુંબેશ ચાલુ રહેશે. તંત્રનો સંદેશ સ્પષ્ટ છે કે ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી ચોરીમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે.


Share

Related posts

ભરૂચના એડવોકેટ એન્ટીકરપ્શન બ્યુરોની ઝપેટમાં રૂપિયા ચાર લાખની કરી માંગ

ProudOfGujarat

રાજકીય નેતાઓ અને કાર્યકરોએ પરસેવે રેબજેબ થવું પડશે જાણો કેમ.આવનાર ઉનાળો કેવો ધગધગતો હશે…

ProudOfGujarat

સુરતનાં ઝાંપા વિસ્તારમાં બકરા ચોરી કરતી ગેંગનો આતંક યથાવત, રિક્ષામાં આવી રખડતા બકરા ચોરી કરતા ઇસમો CCTV માં કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!