Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદના મગરવાળા તળાવમાં માસૂમોના જીવ સાથે ખેલ! લોખંડની જાળી કૂદી બાળકો મચ્છી પકડતા જોવા મળ્યા

Share

 

આમોદ:
આમોદના વાવડી ફળિયા નજીક આવેલા મગરવાળા તળાવમાં માસૂમ બાળકોના જીવ જોખમમાં મુકાય તેવી ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. તળાવમાં મગરની હાજરી હોવા છતાં કેટલાક બાળકો લોખંડની સુરક્ષા જાળી કૂદીને અંદર પ્રવેશી મચ્છી પકડતા જોવા મળ્યા હતા.

Advertisement

સ્થાનિકોમાં આ દૃશ્યોને લઈને ભારે ચિંતા ફેલાઈ છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની ગંભીર જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક અસરથી સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવા, જાળીની યોગ્ય દેખરેખ રાખવા, ચેતવણીના બોર્ડ વધુ સ્પષ્ટ રીતે લગાવવા તેમજ નિયમિત પેટ્રોલિંગ કરવાની માંગ કરી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, એક ક્ષણની બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક જરૂરી પગલાં ભરવામાં આવે તેવી લોકોની માંગ છે.


Share

Related posts

ભરૂચમાં જળસંકટના ભણકારા, પાણીકાપ ઝીંકી સમસ્યા સામે લાંબો સમય લડવા પાલિકાનો પ્રયાસ

ProudOfGujarat

સુરત અને ભરૂચ જીલ્લામાં આવેલ સેના અને કીમ નદી પર CRZ અને CVC એ ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવ્યા હોવાથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પર્યાવરણવાદી એમ.એસ.એચ. શેખ અને યોગેન્દ્ર પટેલ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

રાજપીપળા નગરમાં શાંતિ જળવાઈ રહેતે હેતુથી પોલીસને સહયોગ આપી મુસ્લિમ સમાજ દ્વારા રેલી મોકૂફ રખાઈ નર્મદા જિલ્લાકલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!