Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના ત્રાંકલ ગામે અજાણી કારની ટક્કરે રાહદારી યુવાનનું મોત  :  યુવાન ઝાડીઓમાં કુદરતી હાજતે જઇ પરત આવી રહ્યો હતો ને દુર્ઘટના બની

Share

 

ભરૂચ.

Advertisement

વાગરા તાલુકામાં આવેલાં ત્રાકલ ગામે રહેતાં દશરથ રણછોડ ભાલિયા ગામના પાટીયા પાસે ચ્હાની લારી ચલાવે છે. તેઓ બપોરના સમયે તેમની ચ્હાની કેબીન પર હતાં. તે વેળાં તેમનો મોટો ભાઇ રમેશ મચ્છીમારવાની જાળી લઇ તેમની કેબિને આવ્યો હતો. જ્યાં તેણે મચ્છી મારવાની જાળી મુકી તેમની કેબીનથી ચોગ્લે સોલ્ટ કંપની તરફ આવેલાં બાવળિયાઓમાં કુદરતી હાજત માટે ગયો હતો. દરમિયાનમાં થોડા સમય બાદ તે જ્યાં ગયો હતો ત્યાંથી ધડાકાભેર અથડાવાનો અવાજ આવતાં તેઓ કેબિનની બહાર આવતાં એક સિલ્વર કલરની કાર ત્યાં આવતાં તેને રોકી પુછતાં તેણે જણાવ્યું હતું કે, પાણીના પુલ પાસે ડાયર્ઝનના બોર્ડ સાથે તેની કાર અથડાઇ હતી તેમ કહીં તે ત્યાંથી દહેજ તરફ કાર લઇને ભાગી ગયો હતો. અરસામાં દશરથ ડાયવર્ઝન બોર્ડ તરફ જતાં તેમનો મોટો ભાઇ રમેશ અકસ્માતથી ગંભીર રીતે ઘાયલ હાલતમાં બાવળમાં પડેલી હાલતમાં મળી આવ્યો હતો. તેેને ગંભીર ઇજાઓ થઇ હોઇ તેમણે બુમરાણ મચાવતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. જે બાદ 108ની મદદથી તેને સારવાર માટે વાગરા સરકારી દવાખાને લઇ ગયાં હતાં. જ્યાં તબીબે તપાસ કરતાં તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું બનાવ સંદર્ભે તેમણે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે


Share

Related posts

ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ અંતિમ તબક્કામાં, સૂતરાઉ વણાટથી પ્રેરિત ડિઝાઇન બનશે વિશેષ આકર્ષણ : વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ સ્ટેશનને ભરૂચ–દહેજ હાઇવે સાથે સીધી કનેક્ટિવિટી; લિફ્ટ, એસ્કેલેટર અને વિશાળ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થશે

ProudOfGujarat

અંકલેશ્વર : દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે ૧ રીઢો ગુનેગાર ઝડપાયો, એક વોન્ટેડ.

ProudOfGujarat

રાજપીપળા : સાગબારા CHC ખાતે જ વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયા હાથ ધરી શકાય તે માટે અદ્યતન સામગ્રી સાથે ઉભુ કરાશે ઓપરેશન થિયેટર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!