Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડામાં ગેરકાયદેસર ગાય-વાછરડાની હેરાફેરી ઝડપાઈ, ₹3.16 લાખનો મુદ્દામાલ જપ્ત

Share

 

વાંકલ :

Advertisement

સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કતલના ઈરાદે ગાયો અને વાછરડાઓની હેરાફેરી કરતી બોલેરો પિકઅપને ઝડપી પાડી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે વધુ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ ₹3.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે ઉમરપાડા પોલીસની ટીમે બલાલકુવા ગામની સીમમાં વહાર ગામથી બલાલકુવા તરફ જતાં માર્ગ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન **મહિન્દ્રા બોલેરો પિકઅપ (GJ-22-U-2068)**ને અટકાવી તપાસ કરતાં તેમાં પાંચ ગાયો અને ત્રણ વાછરડાઓ અત્યંત ક્રૂરતાપૂર્વક ઘાસચારા અને પાણીની કોઈ વ્યવસ્થા વિના ટૂંકા દોરડાથી બાંધી ખીચોખીચ ભરેલા હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી પિકઅપના ચાલક **રવિદાસભાઈ ધનજીભાઈ વસાવા (ઉ.વ. 50, રહે. દેવીદેવ ગામ, તા. સાગબારા, જિ. નર્મદા)**ની ધરપકડ કરી હતી. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા જુબેર અબ્દુલરહીમ મકરાણી અને જુનેદ મકરાણી (બંને રહે. અક્કલકુવા, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસે કાર્યવાહી દરમિયાન ₹56 હજારના પશુઓ, ₹2.50 લાખની બોલેરો પિકઅપ અને ₹10 હજારના બે મોબાઇલ ફોન સહિત કુલ ₹3.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ અંગે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં સહાયક પોલીસ કોન્સ્ટેબલ હર્ષદભાઈ જેસાભાઈ સારલાની ફરિયાદના આધારે મુંબઈ પશુ સંરક્ષણ અધિનિયમ, ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અ.હે.કો. અર્જુનભાઈ ધનસુખભાઈ દ્વારા હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

ગોધરાના અટલ ઉધાન (બાગ) ખાતે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં દૂરથી ચાલતાં આવતા કામદારો માટે વાહનની વ્યવસ્થા કરી તેમના વતન સુધી પહોંચાડવા માટે સેવાભાવી લોકોએ મદદ કરી.

ProudOfGujarat

લીંબડી 6 દિવસનું લોકડાઉન ત્યારે ચબુતરા ચોક ખાતે વેપારી એસોસિયેશનનાં પ્રમુખનાં ગોડાઉનનું શટર ખુલતાં ડીયુ પરમારે વિડિયો ઉતારી બબાલ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!