Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નાની નરોલી BVB GIPCL એકેડમીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી : ‘યુવા શક્તિ ફોર વિકસિત ભારત@2047’ અને ‘વંદે માતરમ્’ના 150 વર્ષ’ની થીમ સાથે દેશભક્તિનો માહોલ

Share

 

વાંકલ: ભારતીય વિદ્યા ભવનની GIPCL એકેડમી, નાની નરોલી ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે કાર્યક્રમની થીમ ‘Yuva Shakti for Viksit Bharat@2047’ તથા ‘વંદે માતરમ્ ના 150 વર્ષ’ રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ધ્વજવંદન, રાષ્ટ્રગાન અને ‘વંદે માતરમ્’ના ગાન સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આ પ્રસંગે અતિથિ વિશેષ એસ.જે. પરમાણી, AGM-O&M, SLPP તથા સચિવ BVB’s GIPCL એકેડમી અને ધર્મી એસ. પરમાણીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજની યુવા શક્તિ જ આવતીકાલના વિકસિત ભારતનું નિર્માણ કરશે. આઝાદી સાથે અધિકારો ઉપરાંત રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીઓ પણ આપણને મળી છે. વિદ્યાર્થીઓ સતત શિક્ષણ મેળવી પર્યાવરણ અને બંધારણનું જતન કરી દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપે તે જરૂરી છે.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ સમૂહગાન, ક્રાંતિવીરોના ત્યાગને રજૂ કરતી સ્કીટ તથા ધોરણ-8ના વિદ્યાર્થીઓએ પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યું હતું.

આ પ્રસંગે શાળાના સફાઈકર્મચારીઓ ગીતાબેન, લલિતાબેન અને જસવંતભાઈ વસાવાનું ‘Token of Love’ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અંતે વિદ્યાર્થીઓ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. વિજ્ઞાન, રમતગમત અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતની પ્રગતિને બિરદાવી સૌએ રાષ્ટ્રસેવાનો સંકલ્પ લઈ કાર્યક્રમનું સમાપન કર્યું હતું.


Share

Related posts

ભરૂચ નર્મદા નદીનાં કિનારે રેતીમાં છુપાવેલો દારૂ સાથે હનીફ દિવાન ઝડપાયો.

ProudOfGujarat

મહેમદાવાદ તાલુકામાં વાહન બાબતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં તસ્કરો બેફામ : સદગુરુ કોમ્પલેક્ષમાં ધારાશાસ્ત્રીના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!