Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

132 KV હાઈટેન્શન લાઈન નજીક મોબાઈલ ટાવર સામે રહેવાસીઓનો વિરોધ : પુષ્પમ બંગ્લોઝ, આશાપુરી સોસાયટી અને રચના નગરના રહીશોએ એડિશનલ કલેક્ટરને આવેદન આપ્યું; મંજૂરી-સલામતીના નિયમોની તપાસની માંગ

Share

 

ભરૂચ : ભરૂચ શહેરના પુષ્પમ બંગ્લોઝ, આશાપુરી સોસાયટી અને રચના નગર વિસ્તારના રહેવાસીઓએ 132 KV હાઈટેન્શન વીજ લાઈન નજીક મોબાઈલ ટાવરનું કામ ચાલી રહ્યું હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો છે. આ મામલે સ્થાનિક રહીશોએ ભરૂચના એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે.

Advertisement

રહેવાસીઓના જણાવ્યા મુજબ, રહેણાંક વિસ્તારની વચ્ચે તેમજ 132 KV હાઈટેન્શન વીજ લાઈન નજીક મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી ચાલી રહી છે. આ બાંધકામ માટે જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે નહીં તેમજ વીજ લાઈન અને રહેણાંક વિસ્તારને લગતા સલામતીના નિયમોનું પાલન થયું છે કે નહીં તેની તપાસ કરવા માંગ કરવામાં આવી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ હાઈટેન્શન વીજ લાઈન અને મોબાઈલ ટાવર નજીક હોવાથી વાવાઝોડા, શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ અકસ્માતની સ્થિતિમાં ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવાથી તકેદારી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

રહેવાસીઓએ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી, જો બાંધકામ નિયમવિરુદ્ધ જણાય તો કામગીરી અટકાવવા તેમજ રહેવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોબાઈલ ટાવરને યોગ્ય અને સુરક્ષિત સ્થળે ખસેડવા કાર્યવાહી કરવાની માંગ કરી છે. રહેવાસીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે રહેણાંક વિસ્તારની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું જોખમ સ્વીકારવામાં આવશે નહીં.


Share

Related posts

દ્વારકા દર્શન કરી સુરત પરત જતાં પરિવારની કાર ઉભેલાં કન્ટેઈનરમાં ભટકાતાં માતા-પુત્રનું મોત , ૬ ગંભીર : દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કેલોદ ગામ પાસે અકસ્માત સર્જાયો, તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા રોડ ખાતે પ્રતિષ્ઠા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માં ગુજરાત પાલ મહાસભા યોજાઈ

ProudOfGujarat

ભરૂચમાં વૃદ્ધા પર હુમલો: બાળકોને ધીમે સાયકલ ચલાવવા કહેતા પ્લાસ્ટિકની બેટથી માર માર્યાનો આક્ષેપ : માથા સહિત શરીરના ભાગે ઈજા, જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!