Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વીજબીલના સેટલમેન્ટના બહાને વીજકર્મીએ રિક્ષાચાલકને રૂ.66,827નો ચૂનો ચોપડ્યો!  : ‘મને રૂપિયા આપી દો, હું બિલ ભરી રસીદ આપી દઈશ’ કહી રોકડા ખંખેરી લીધા; મીટર કાપવા બીજી ટીમ પહોંચતાં ઠગાઈનો ભાંડો ફૂટ્યો

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચમાં વીજબીલના સેટલમેન્ટના બહાને એક રિક્ષાચાલક પાસેથી વીજકર્મીએ રૂ.66,827 રોકડા મેળવી લીધા બાદ બિલ ભર્યું જ નહીં હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મીટરનું કનેક્શન કાપવા બીજી વીજકર્મીઓની ટીમ ઘરે પહોંચતાં સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે રિક્ષાચાલકે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વલંદા-કોઠી રોડ વિસ્તારમાં રહેતા પંકજ ભીખા કાયસ્થ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જાન્યુઆરી દરમિયાન વીજ કંપનીની ચેકિંગ ટીમ તેમના ઘરે પહોંચી હતી. ટીમે પંકજના પિતા ભીખાભાઈ છોટાલાલ કાયસ્થના નામે રહેલા વીજ મીટરનું રૂ.66,827થી વધુનું બિલ બાકી હોવાનું જણાવી વીજ જોડાણ કાપવાની કાર્યવાહી અંગે જાણ કરી હતી.

અગાઉ વધુ બિલ આવ્યું ત્યારે અંકુર માછીએ સેટલમેન્ટ કરાવી આપ્યું હોવાથી પંકજને તેના પર વિશ્વાસ હતો. જેથી પાંચબત્તી સ્થિત વીજ કચેરીએ બિલ ભરવા પહોંચ્યા હતા. ત્યાં અંકુરે તેમને બારી પર પૈસા ભરવાની જરૂર નથી તેમ કહી, ‘મને રૂપિયા આપી દો, હું બિલ ભરી રસીદ આપી દઈશ’ કહી રૂ.66,827 રોકડા મેળવી લીધા હતા.

બીજા દિવસે રસીદ ન મળતાં પંકજે ફોન કરતાં અંકુરે વાયદા કરી સમય પસાર કર્યો હતો. દરમિયાન વીજ જોડાણ કાપવા બીજી ટીમ ઘરે આવતા બિલ ભરાયું જ ન હોવાનું ખુલ્યું હતું. પંકજે અંકુરનો સંપર્ક કરતાં તેણે રૂપિયા વપરાઈ ગયા હોવાનું કબૂલી થોડા-થોડા કરીને પરત આપવાની વાત કરી હતી. લાંબો સમય વીતી જવા છતાં રૂપિયા પરત ન મળતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


Share

Related posts

ટાઇગર શ્રોફનો ‘બાગી’ ફ્રેન્ચાઇઝનો ચાહક સુપરમેન બન્યો – રમુજી વિડિઓ જુઓ! જ્યારે બોલિવૂડ મેટ્રોપોલિસ પહોંચ્યો: સુપરમેનના હિન્દી ડબમાં ‘બાગી’નો ઉલ્લેખ છે

ProudOfGujarat

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર 8 લાખ કયુસેક પાણી છોડાશે જેથી નર્મદા નદીની સપાટી વધશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!