Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પશ્ચિમના વોર્ડ 1-2માં 50થી 60 હજારની વસ્તી છતાં સરકારી સુવિધાઓનો અભાવ : બે પ્રાથમિક શાળા, બે આંગણવાડી અને બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા જાગૃત નાગરિકોની પાલિકા પ્રમુખને રજૂઆત

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 1 અને 2માં અંદાજે 100 જેટલી સોસાયટીઓ અને 50થી 60 હજારની વસ્તી હોવા છતાં નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્રો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ ન હોવાનો મુદ્દો ઉઠ્યો છે. આ અંગે જાગૃત નાગરિક અબ્દુલરઝાક યુસુફ કામઠી સહિતના નાગરિકોએ ભરૂચ નગર સેવાસદનના પ્રમુખ દેવેન્દ્રભાઈ વસાવાને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સુવિધાઓ શરૂ કરવાની માંગ કરી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ વોર્ડ નં. 1 અને 2ના બાળકોને સરકારી પ્રાથમિક શિક્ષણ માટે સંતોષી વસાહત સ્કૂલ તેમજ છીપવાડ-ડુંગરી વિસ્તારમાં આવેલી શાળાઓમાં જવું પડે છે. બાયપાસ વિસ્તારથી આશરે બે કિલોમીટર દૂર આવેલા વિસ્તારોમાં સરકારી શાળાની સુવિધા ન હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને મુશ્કેલી પડતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

નાગરિકોએ બંને વોર્ડમાં બે નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા અને નાના બાળકો માટે બે આંગણવાડી કેન્દ્રો શરૂ કરવાની માંગ કરી છે. ઉપરાંત ગર્ભવતી મહિલાઓને રસીકરણ સહિતની પ્રાથમિક આરોગ્ય સેવાઓ માટે બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરવાની પણ રજૂઆત કરાઈ છે.

રજૂઆતકર્તાના જણાવ્યા મુજબ વર્ષ 2015 અને 2019માં પણ સંબંધિત અધિકારીઓ સમક્ષ આ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તેમ છતાં લાંબો સમય વીતી ગયા બાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે પાલિકા, શિક્ષણ, આરોગ્ય અને આંગણવાડી વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી પશ્ચિમ વિસ્તારના રહેવાસીઓને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે.


Share

Related posts

ટાયર ફાટતાં ડ્રાઈવરે મિની બસ રોડની સાઈડમાં પાર્ક કરી, પાછળથી ટેમ્પોએ ટક્કર મારતાં એક યુવાનનું મોત, એક ગંભીર : ભરૂચના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મધ્યરાત્રીએ બનેલી ઘટના : ટેમ્પોની ટક્કરે બસ આગળ ધસી જતાં બે શખ્સોને ગંભીર ઈજાઓ થઈ હતી.

ProudOfGujarat

ભરૂચ શહેર ની નારાયણ રેસીડેન્સી સોસાયટી પાસેથી હજારો ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર ના હાંસોટ રોડ પર આવેલી રમણ મૂળજી ની વાડી ખાતે માહ્યાવંશી સુરક્ષા મંચ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!