Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાયચંદ દીપચંદ લાઇબ્રેરીમાં NSSના વિદ્યાર્થીઓએ ચલાવ્યું સ્વચ્છતા અભિયાન : ભરૂચની V.C.T. મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા વાંચન જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો

Share

 

ભરૂચ :

Advertisement

વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત V.C.T. મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ભરૂચના NSS એકમ દ્વારા રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ખાતે સ્વચ્છતા અભિયાન તથા જાહેર વાંચન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી કાઝી નુસરત જહા તથા ઇન્ચાર્જ આચાર્ય ડૉ. હેમાંગીનીબેન જાદવના માર્ગદર્શન હેઠળ અને NSS પ્રોગ્રામ ઓફિસર પ્રો. દર્શિકા ચૌધરીના આયોજનથી કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે NSSના આશરે 30 જેટલા સ્વયંસેવક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ લાઇબ્રેરી પરિસરમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરી હતી. સાથે જ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તથા વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન કોલેજની જનરલ સેક્રેટરી આફિયા તથા સમરીન દ્વારા લાઇબ્રેરિયન કમલાબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે NSS વિદ્યાર્થી કો-ઓર્ડિનેટર દ્વારા કેમેરામેન તથા કવરેજ ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ઈ.સ. 1858માં સ્થાપિત થયેલી ભરૂચની ઐતિહાસિક જાહેર લાઇબ્રેરી છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને લાઇબ્રેરીના ઐતિહાસિક મહત્વ તેમજ વાંચન દ્વારા જ્ઞાન, વિચારશક્તિ અને વ્યક્તિત્વ વિકાસ અંગે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રો. કાશ્મીરાબેન ચૌધરી તથા ડૉ. ગર્વિષ્ઠાબેન નાયક ઉપસ્થિત રહ્યા હતા. તેમણે NSSના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સ્વચ્છતા, જાહેર સ્થળોની જાળવણી તથા વાંચનની આદતના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમના અંતે “સ્વચ્છ પરિસર – સમૃદ્ધ સમાજ” અને *“વાંચન એ જ્ઞાનની ચાવી”*ના સંદેશ સાથે વિદ્યાર્થીઓએ સ્વચ્છતા જાળવવા અને વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ લીધો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા બદલ રાયચંદ દીપચંદ લાઇબ્રેરીના પ્રમુખ ગૌતમ કે. ચોકસી તથા સંચાલક મંડળ અને અધિકારીઓનો કોલેજ પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Share

Related posts

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ મુલદ ગામ નજીક ટ્રક ની અડફેટે મોટરસાયકલ સવાર યુવાન નું મોત નીપજ્યું હતું……..

ProudOfGujarat

ગત ૧૬ મીને મંગળવારે વનવિભાગ દ્વારા ને પકડવા માટે પાંજરૂગોઠવ્યું હતું અને રાતે દિપડો પાંજરે પુરાઓ

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!