Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં ઊંઘેલા મજૂરનો ₹35 હજારનો મોબાઈલ ચોરાયો : ટિકિટ લેવા લાઇનમાં ઉભા રહ્યા બાદ મુસાફરખાનામાં ઊંઘી ગયા : અજાણ્યો શખ્સ તકનો લાભ લઈ S-22 અલ્ટ્રા ફોન ઉઠાવી ગયો

Share

 

ભરૂચ :

Advertisement

અંકલેશ્વર રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં ઊંઘી ગયેલા મજૂરના પેન્ટના ખિસ્સામાંથી અજાણ્યો શખ્સ રૂ.35 હજારની કિંમતનો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી છે. બનાવ અંગે અંકલેશ્વર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં પ્રમુખ પાર્કમાં રહેતા 26 વર્ષીય જીતેન્દ્ર જર્નાદન યાદવ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.21 સપ્ટેમ્બરના રોજ સાંજે તેઓ રિઝર્વેશન ટિકિટ લેવા અંકલેશ્વર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. સાંજે આશરે 6:30 વાગ્યે ટિકિટ બારી પાસે મુસાફરોની લાંબી લાઇન હોવાથી તેઓ લાઇનમાંથી બહાર નીકળી મુસાફરખાનામાં બેસી ગયા હતા.

દરમિયાન મુસાફરોની ભીડ ઓછી થવાની રાહ જોતા આશરે રાત્રે 7:30 વાગ્યે તેમને મુસાફરખાનામાં જ ઊંઘ આવી ગઈ હતી. આશરે રાત્રે 9:30 વાગ્યે ઊંઘમાંથી જાગ્યા બાદ તેમણે પોતાના પેન્ટના આગળના ખિસ્સામાં મોબાઈલ ફોન તપાસ્યો હતો. જોકે, મોબાઈલ ફોન ખિસ્સામાંથી ગાયબ જણાયો હતો. ચોરી થયેલો મોબાઈલ Samsung S22 Ultra મોડલનો, બ્લેક કલરનો અને આશરે રૂ.35,000ની કિંમતનો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મોબાઈલમાં જીઓ કંપનીનું સિમકાર્ડ પણ હતું. ફરિયાદી મુજબ, અજાણ્યો શખ્સ તેમની ઊંઘનો લાભ લઈ મુસાફરખાનામાંથી મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસ દ્વારા અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધી મોબાઈલ ફોન શોધવા તથા આરોપીની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

અમદાવાદમાં વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલ ઓનેસ્ટ હોટલ નજીક અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું

ProudOfGujarat

માંગરોળ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી 321 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!