Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સરહદના રક્ષકો અને શહીદ પરિવારોને ભરૂચની સલામી :  જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબા રાજના અધ્યક્ષસ્થાને ‘સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ’ યોજાયો : નિવૃત જવાનો તથા શહીદ પરિવારોનું ભાવસભર સન્માન, વીર જવાનોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ

Share

 

ભરૂચ :

Advertisement

દેશની સરહદોની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા વીર જવાનો અને શહીદ પરિવારોના ત્યાગ અને સમર્પણને બિરદાવવા ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ‘સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ’ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબા રાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં નિવૃત જવાનો તેમજ શહીદ પરિવારોનું ભાવસભર સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન માતૃભૂમિની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદ જવાનોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરહદ પર દેશની સુરક્ષા માટે ફરજ બજાવી ચૂકેલા જવાનો અને તેમના પરિવારજનોનું સન્માન કરી તેમની દેશસેવાને બિરદાવવામાં આવી હતી.

પ્રાસંગિક ઉદ્બોધનમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે દેશની સરહદો અને રાષ્ટ્રની સુરક્ષાનું ભગીરથ કાર્ય આપણા વીર જવાનો કરી રહ્યા છે. ધોમધખતા ઉનાળાની આકરી ગરમી હોય કે હાડ થીજાવતી શિયાળાની ઠંડી, તમામ કપરી પરિસ્થિતિઓ વચ્ચે જવાનો ચોવીસ કલાક સરહદ પર ખડેપગે રહી દેશનું રક્ષણ કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે દેશના નાગરિકો પોતાના ઘરોમાં નિર્ભયતાથી શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે તેની પાછળ જવાનોની નિઃસ્વાર્થ સેવા, રાષ્ટ્રભક્તિ અને અપ્રતિમ સમર્પણ રહેલું છે. જવાનોની સાથે તેમના પરિવારોનો ત્યાગ પણ એટલો જ મહત્વનો છે. પરિવાર પોતાના વ્હાલસોયાને દેશસેવા માટે સરહદ પર મોકલે છે ત્યારે તેમના ત્યાગને સન્માન આપવું એ સમગ્ર સમાજની નૈતિક ફરજ છે.

ધારાસભ્યએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશની સેવામાં યોગદાન આપનારા વીર જવાનો અને સૈનિકો સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભરૂચમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દેશની સેવા કરી ચૂકેલા નિવૃત જવાનો, તેમના પરિવારો તથા શહીદ પરિવારોનું સન્માન કરવું ગૌરવની બાબત છે.

આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, એ.એસ.પી. અજયકુમાર વીણા, પ્રાંત યુવા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ, પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં વીર જવાનોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સન્માન પ્રાપ્ત કરનારા નિવૃત જવાનોએ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન : રક્તદાન કેમ્પમાં ૨૦૦ યુનિટ રક્ત એકત્રિત કરાયું : લાયન્સ ડિસ્ટ્રિક્ટના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રક્તદાતાઓનું સન્માન

ProudOfGujarat

મોપેડ પર દારૂની હેરાફેરી કરતો ખેપિયો ઝડપાયો

ProudOfGujarat

મોબાઈલ સ્નેચિંગ ના ગુનામાં ત્રણ આરોપીઓને ઝડપી પાડતી પાનોલી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!