Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના કુંભારિયા ઢોળાવમાં તસ્કરોનો તરખાટ, પરિવાર સૂતો હતો ને રૂ.26,500ની ચોરી

Share

કુંભારિયા ઢોળાવમાં તસ્કરોનો તરખાટ, પરિવાર સૂતો હતો ને રૂ.26,500ની ચોરી

ભરૂચ : ભરૂચના કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં આવેલી વખારિયાચાલમાં પરિવાર ઘરમાં ઊંઘી રહ્યો હતો તે દરમિયાન તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી ચાંદીના સિક્કા, બિસ્કીટ અને રોકડ મળી કુલ રૂ.26,500ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી હતી.

Advertisement

વખારિયાચાલમાં રહેતા મોહંમદઅમીન અબ્દુલકાદર શેખ પરિવાર સાથે રાત્રે ઘરમાં સૂતા હતા. મોટો પુત્ર અને તેની પત્ની ત્રીજા માળે, જ્યારે તેઓ પત્ની સાથે વચ્ચેના રૂમમાં અને નાનો પુત્ર તેની પત્ની સાથે નીચેના રૂમમાં સૂતો હતો.

દરમિયાન વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં મોહંમદઅમીન અને તેમની પત્ની જાગ્યા ત્યારે રૂમના પાછળના ભાગે આવેલી લોખંડની જાળી ખુલ્લી જોવા મળી હતી. બાજુમાં મુકેલી લોખંડની તિજોરી પણ ખુલ્લી હતી અને અંદરનો સામાન વેરવિખેર પડેલો હતો.

પરિવારે તપાસ કરતાં અંદાજે 10 તોલાના ચાંદીના સિક્કા-બિસ્કીટ તથા રોકડા રૂ.2,500 મળી કુલ રૂ.26,500ની મત્તા ગાયબ હોવાનું જણાયું હતું. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.


Share

Related posts

સુરતમાં પહેલી વખત ખાનગી ટ્રેન તેજશ આવતા રેલ્વે કર્મચારીઓનો વિરોધ.

ProudOfGujarat

રાજપીપળામાં વરસાદ વરસતા વીજળી ડુલ : વીજ કંપની સામે લોકોમાં રોષ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસના ભાગરૂપે જનજાગૃત્તિ અર્થે રેલી યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!