Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મહેસૂલી કર્મચારીઓની માસ સીએલ, કલેક્ટર કચેરીએ ધરણાં : 14 પડતર પ્રશ્નોના ઉકેલની માંગ, 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી

Share

 

ભરૂચ:

Advertisement

મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આહ્વાનથી સોમવારે કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી આવ્યા હતા. કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે ધરણાં કરી વિરોધ નોંધાવ્યો હતો. માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તા. 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે.

મહામંડળ દ્વારા બઢતી, બદલી, સિનિયોરિટી, ખાતાકીય પરીક્ષા અને જોબચાર્ટ સહિતના 14 જેટલા પ્રશ્નો અંગે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે. ખાસ કરીને મહેસૂલી તલાટીઓના જોબચાર્ટમાંથી અન્ય વિભાગની કામગીરી દૂર કરવા અને ગ્રામ્ય કક્ષાએ યોગ્ય બેઠક-રેકર્ડની વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે.

આ ઉપરાંત વર્ષ 2012ની સીધી ભરતીના નાયબ મામલતદારોને રિ-એડજસ્ટમેન્ટનો લાભ આપવા, સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવા, જિલ્લા ફેરબદલીમાં પારદર્શિતા લાવવા, બાકી ખાતાકીય પરીક્ષાઓ યોજવા તેમજ વધતા કાર્યબોજમાં ઘટાડો કરવાની માંગ છે.

મહામંડળના જણાવ્યા મુજબ અગાઉ બેઠકો બાદ આંદોલન સ્થગિત કરાયું હતું, પરંતુ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ફરી આંદોલનનો માર્ગ અપનાવાયો છે. કર્મચારીઓએ જાહેર રજાઓમાં ‘Work to Rule’ મુજબ કામગીરીથી અળગા રહેવાની પણ જાહેરાત કરી છે.


Share

Related posts

જંબુસરમાં વહી ઉલ્ટી ગંગા : જંબુસર નગરપાલિકામાં સમિતિની રચના સમયે સભામાં મોટા માથાઓ માસ્ક વગર હાજર રહ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે સટ્ટા બેટિંગ જુગારના ૪ જેટલા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

મુસ્લિમ યુવતીઓ વિરુદ્ધ ઝેર ઓકનાર પ્રકાશ મોદી વિરુદ્ધ મુસ્લિમ સમાજ આકરા પાણીએ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!