Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મતદારયાદીમાં નામ નોંધણી માટે ભરૂચ જિલ્લામાં ત્રણ રવિવારે ખાસ ઝુંબેશ યોજાશે : તા. ૨૯ નવેમ્બર, ૦૬ ડિસેમ્બર અને ૧૩ ડિસેમ્બરના રોજ તમામ મતદાન મથકો ખાતે વાંધા અરજી સ્વીકારવાની કામગીરી હાથ ધરાશે

Share

 

 

Advertisement

ભરૂચ  :

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા તા. ૦૧/૦૧/૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા. ૨૭/૧૧/૨૦૨૬ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ તા. ૨૭/૧૧/૨૦૨૬થી તા. ૨૬/૧૨/૨૦૨૬ દરમિયાન મતદારયાદી સંબંધિત હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે.

આ પ્રક્રિયા અંતર્ગત મતદારયાદીમાં નામ નોંધાવવાથી બાકી રહી ગયેલા નાગરિકો તેમજ નવા અને પ્રથમ વખત મતદાર તરીકે પાત્રતા ધરાવતા યુવા નાગરિકોને નોંધણીની તક મળી રહે તે હેતુથી ભરૂચ જિલ્લામાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.

આ ખાસ ઝુંબેશ અંતર્ગત તા. ૨૯/૧૧/૨૦૨૬, તા. ૦૬/૧૨/૨૦૨૬ અને તા. ૧૩/૧૨/૨૦૨૬ના રોજ જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક દરમિયાન બુથ લેવલ અધિકારીઓ (BLO) ઉપસ્થિત રહી મતદારોની હક્ક-દાવા અને વાંધા સંબંધિત અરજીઓ સ્વીકારશે.

મતદારયાદીમાં નામ નોંધણીથી બાકી રહી ગયેલા તેમજ યુવા અને પ્રથમ વખત મતદાર તરીકે પાત્રતા ધરાવતા નાગરિકો પોતાના સંબંધિત અથવા નજીકના મતદાન મથકે જરૂરી પુરાવાઓ સાથે ઉપસ્થિત રહી બુથ લેવલ અધિકારી સમક્ષ અરજી રજૂ કરી શકશે.

આ ખાસ ઝુંબેશ અંતર્ગત મતદારયાદીમાં નોંધણીથી બાકી રહી ગયેલા તેમજ નવા અને પ્રથમ વખત મતદાર તરીકે પાત્રતા ધરાવતા નાગરિકોએ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે નહીં.

આથી ભરૂચ જિલ્લાના તમામ પાત્ર નાગરિકોને મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા તથા લોકશાહીના પર્વમાં સહભાગી બનવા આ ખાસ ઝુંબેશનો લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી ભરૂચ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ ચૂંટણી શાખા દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Share

Related posts

વલસાડમાં પાણીના વહેણની વચ્ચે નદીમાં ઘૂંટણસમાં પાણીમાં સ્મશાન યાત્રા કાઢવા લોકો મજબૂર, કોઝવે ન બનતા આ સ્થિતિ

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા : કૃપીયા ધ્યાન દે,, કર્મચારી કાર્યક્રમ મેં વ્યસ્ત હૈ.

ProudOfGujarat

ગાંધીનગર પોલીસની તવાઈ! અલગ-અલગ ત્રણ જગ્યાએ જુગાર રમતા 10 ઇસમની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!