Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં LCBનો દરોડો: સ્કોડા કારમાંથી રૂ.1.લાખનો વિદેશી દારૂ ઝડપાયો, રૂ.4.20 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપીની ધરપકડ : દારૂના જથ્થા સાથે સ્કોડા કાર અને આઇફોન મળી રૂ.4,20,800નો મુદ્દામાલ જપ્ત; બે સાગરીતોનાં નામ ખૂલ્યાં, વેચાણ માટે દારૂ લાવ્યાની કબૂલાત

Share

અંકલેશ્વર: ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની સફેદ કલરની સ્કોડા ફેબિયા કારમાંથી વિદેશી દારૂની 456 બોટલ, એક આઇફોન મોબાઇલ અને કાર સહિત કુલ રૂ.4,20,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે અન્ય બે આરોપીઓનાં નામ પણ ખુલ્યાં છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, LCBની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે કાગદીવાડ વિસ્તારમાં રહેતો સાલેર ઉર્ફે શાહરુખ સફીકભાઈ શેખ પોતાની સ્કોડા ફેબિયા કાર (નં. GJ-16-AJ-7383)માં વિદેશી દારૂનો જથ્થો ભરીને ઘર પાસે પાર્ક કરી રાખ્યો છે. જેના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી સ્થળ પર તપાસ કરતાં કાર મળી આવી હતી.

Advertisement

કારની તપાસ દરમિયાન રોયલ સ્ટેગની 180 અને 750 MLની બોટલો તેમજ મેકડૉવેલ્સની 180 MLની બોટલો મળી કુલ 456 બોટલ (95.76 લીટર) વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત રૂ.1,00,800 થાય છે. પોલીસે આરોપી પાસેથી રૂ.20 હજારનો આઇફોન-12 અને રૂ.3 લાખની સ્કોડા કાર પણ કબજે કરી હતી.

પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, તેણે પોતાના પાર્ટનર તુફેલ સલીમ મલેક સાથે મળીને પાનોલીના સકીલ નામના શખ્સ પાસેથી ઉમરવાડા રોડ પર દારૂનો જથ્થો મંગાવ્યો હતો. ત્યારબાદ દારૂ કારમાં ભરી ઘરે લાવી સાંજના સમયે વેચાણ કરવાની યોજના બનાવી હતી.

પોલીસે સાલેર ઉર્ફે શાહરુખની ધરપકડ કરી છે, જ્યારે તુફેલ સલીમ મલેક અને પાનોલીના સકીલને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

માંગરોળનાં ડુંગરી ગામે વરસાદ અને વાવાઝોડામાં મહિલાનું ઘર ધરાશાયી થયું

ProudOfGujarat

સુરત : નાની વેડમાં ‌નિચલા ફળીયાની ગટર લાઇન સાફ કરવા ઉતરેલા બે મજુરોના મોત ‌નિપજ્યાં.

ProudOfGujarat

વડોદરામાં રી યુઝ ધ ઓલ્ડ સાઇકલ અંતર્ગત ૧૫ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સાઇકલ ભેટ આપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!