Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના કાપડ ઉદ્યોગ ના પ્રશ્નો ઉકેલની એકદમ નજીક, ટૂંક સમયમાં જ મહત્વની જાહેરાત

Share

જીગર નાયક,નવસારી

Advertisement

સુરતના કાપડ ઉદ્યોગના મહત્વના પ્રશ્નો અંગેની એક મહત્વની મીટીંગ આજે દિલ્હી ખાતે નાણામંત્રી શ્રી પીયુષ ગોયલ અને કાપડ મંત્રી શ્રીમતિ સ્મૃતિ ઈરાની સાથે સાંસદ સી આર પાટીલ અને સાંસદ પ્રભુ વસાવાએ કરી હતી. શ્રીમતી સ્મૃતિ ઈરાનીની સુરત મુલાકાત દરમ્યાન તેમને વેપારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવવા આજની મીટીંગમા હાજર અધિકારીઓને સૂચના આપી હતી. બન્ને મંત્રીઓએ સાંસદોને સુરતના કાપડ ઉદ્યોગના જીએસટીના વણ ઉકેલ્યા પ્રશ્નોનો તાત્કાલીક ઉકેલ લાવવાની ખાત્રી આપીને એની જાહેરાત ટૂંક જ સમયમાં કરવાની વાત કરી હતી.

સાંસદ સી આર પાટીલે આજની મીટીંગ અંગે વિગત આપતા કહ્યું હતું કે, આજની મુલાકાત ખૂબ સકારાત્મક રહી છે. જીએસટી અંગેની લગભગ મહત્તમ મુશ્કેલી હવે દૂર થશે. આ મિટીંગમા શ્રીમતી સ્મૃતિ ઈરાની, ટેક્ષટાઈલ મંત્રીનો ખૂબ જ સકારાત્મક સહયોગ રહ્યો હતો.


Share

Related posts

ગોધરા શહેરના ગાર્ડન રોડ પર આવેલી દિવાલ ધસી પડી.જાનમાલનુ કોઈ નુકશાન નહી

ProudOfGujarat

નેત્રંગ સીએચસીમાં મહિલા દિવસે જીઆઈએલ કંપની દ્વારા વેક્યુમ ડિલિવરી સિસ્ટમ અપાય.

ProudOfGujarat

દહેજ જી.એન.એફ.સી. કંપની ખાતેથી વિદેશમાં નિકાસ થતુ T.D.I. કેમીકલ ભરી જતા કન્ટેનરો ના શીલ ખોલી તબક્કાવાર કૂલ-૮ કન્ટેનરોમાંથી ૯૨ મેટ્રિક ટન TDI નો જથ્થાને કૂલ કિ.રૂ.૨,૩૩,૯૮,૩૩૩/- નો મુદ્દામાલ સગેવગે કરી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેગને ઝડપી પાડતી ભરૂચ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!