Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:દહેજ પોલીસ મથકે બળાત્કારના આરોપીને ફાંસી આપવામાં આવે તે માટે ગામના રહીશો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના સુવા ગામ ખાતે ગઈકાલના રોજ થયેલ અમાનવીય કૃત્યના પગલે ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.એક ૨ વર્ષની નાની બાળકી પર નરાધમે બળાત્કાર ગુજારીઓ હતો.ગામના લોકોએ આવેદન પત્ર માં જણાવ્યું છે કે માનવતાને નેવે મૂકે તેવું આ કૃત્ય પરપ્રાંતીય લોકો દ્વારા કરવામાં આવ્યું છે. આ લોકો અમારા જ વિસ્તારમાં રહીને રોજગારી કરે છે, ધંધો કરે છે અને જો આજ પરપ્રાંતીય લોકો આવું કૃત્ય કરે એ આપડા માટે ભય જનક કહી શકાય તેવું ગામના લોકોએ આવેદન પત્રમાં જણાવ્યું છે.

Advertisement

ગામના લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે આરોપીને ફાંસી ની સજા થવી જોઈએ તેમજ આવનારા સમયમાં આવી બીજી કોઈ ઘટના ન બને તેની બાહેંધરીની પણ માંગણી કરવામાં આવી છે.વધુમાં ગામના લોકોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી બાળકીને ન્યાય ન મળે ત્યાં સુધી અમે જંપીશુ નહિ અને જો હમણાં ન્યાય નહિ મળે તો ગામના લોકોએ ડર અને બીકના માહોલમાં જીવવું પડશે તેવું ગામના રહીશોએ આવેદન પત્રમાં જણાવ્યું છે.


Share

Related posts

રાજપીપળા : તિલકવાડામાં પરણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકનાર પતિ અને સાસુ વિરુદ્ધ પરિણીતાએ મહિલા પો.સ્ટે.માં ફરિયાદ આપી છે.

ProudOfGujarat

ઝઘડિયા દધેડા ગામે હાથ બનાવટની નુકશાનકારક તાડી બનાવતો પરપ્રાંતિય ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં બે દિવસ દરમિયાન નવા છ કોરોના પોઝિટિવ કેસ થયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!