Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરની નક્ષત્ર બંગ્લોઝ સોસાયટીમાં આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ માંગરોળ તાલુકાના વાંકલ ગામનો અને હાલ અંકલેશ્વરની નક્ષત્ર બંગ્લોઝ સોસાયટીના મકાન નંબર-૧૫ મા રહેતા ૩૦ વર્ષીય સુહાગ રામસિંહ વશીએ આજરોજ સવારે અગમ્ય કારણોસર પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે તેના પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોમાં યુવાનના લગ્ન હોય તેણે અંતિમવાદી પગલું ભરતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ જતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Advertisement


Share

Related posts

જંબુસરનાં ધારાસભ્ય સંજય સોલંકીને ટેલિફોનિક ધમકી મળી હોવાની ફરિયાદ થતાં સનસનાટી મચી જવા પામી છે.

ProudOfGujarat

બિરલા સેન્ચ્યુરી મેનુફેકચરીંગ પ્લાન્ટને લીડ ધી ફોર એવોર્ડ એનાયત કરાયો

ProudOfGujarat

ગાંધીનગર : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં 8 મનપાની સમીક્ષા બેઠક યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!