Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામમાં નજીવા મુદ્દે માથાભારે તત્વોએ આદિવાસી યુવાનોને મારમારતા ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

Share

અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામમાં નજીવા મુદ્દે માથાભારે તત્વોએ આદિવાસી યુવાનોને મારમારતા ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

પ્રાપ્ત માહિતી અનુસાર અંક્લેશ્વર તાલુકાના રવિદ્રા ગામની નવી નગરીમાં રહેતા ૩૨ વર્ષીય નરેશ કાંતિભાઈ વસાવા અને તેના બનેવી શૈલેશ રામદાસભાઈ વસાવા ગતરોજ સાંજના સમયે ગામમાં આવેલ મહાદેવ મંદિર પાસેના તળાવ નજીક મુકલે બાકડા પર બેઠા હતા તે દરમિયાન ગામના જ જાબીર ગુલામ પટેલ,મહમદ ગુલામ પટેલ અને સિકંદર પટેલ સહીત ચાર ઇસમોએ ભેગા મળી બાકડા પર બેસવા મુદ્દે જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી આવેશમાં આવી ગયેલા ચારેય ઇસમોએ લાકડા અને ચપ્પુ વડે હુમલો કરી બંને આદિવાસી યુવાનોને ઢીકાપાટુનો મારમારી ઈજા પહોંચાડી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવાને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

ગોધરા: મકાઇ સંશોધન કેન્દ્ર, ગોધરા ખાતે વિશ્વ પર્યાવરણ પખવાડીયા”ની ઉજવણી કરાઇ

ProudOfGujarat

આખા વિશ્વમાં ડ્રગ્સ હેરાફેરી કરવા ગુજરાત સેન્ટર પોઈન્ટ..? : તપાસમાં દિલ્હીથી વધુ 16 કિલો હેરોઈન મળ્યું

ProudOfGujarat

કોરોનાએ ફરી માથું ઉચક્યું : રાજકોટની સ્વનિર્ભર શાળાઓમાં માસ્ક ફરજિયાત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!