Proud of Gujarat
FeaturedGujaratINDIA

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી શાખા દ્વારા વૃક્ષારોપણ

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી શાખા દ્વારા તા.૧૩ સપ્ટેમ્બર ના રોજ વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.નગરના વિવિધ વિસ્તારોમાં ટ્રસ્ટ ના કાર્યકરો દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા.અત્રે ઉલ્લેખનીય છેકે આજે શહેરી વિસ્તારોમાં રહેણાંક વસાહતો બનાવવા તેમજ રસ્તાઓ પહોળા બનાવવાની કામગીરીમાં હજ્જારો વૃક્ષો નું નિકંદન નીકળી રહ્યું છે.ત્યારે આ વાત પર્યાવરણ માટે જોખમી સાબિત થઇ શકે તેમ છે.જેટલા વૃક્ષો કપાય તેટલાજ નવા પણ રોપાય તો પર્યાવરણ ની ગરિમા જળવાઇ રહે.ત્યારે વૃક્ષારોપણ ના કાર્યક્રમો થી સમાજમાં વૃક્ષો રોપવાની પ્રેરણા ઉભી થાયછે.તેથી સમયાંતરે વૃક્ષારોપણ ના કાર્યક્રમો યોજાય તે આવકાર દાયક ગણાય.હઝરત શૈખુલ ઇસ્લામ સૈયદ મદનીમિયા ના નામ સાથે જોડાયેલ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ના ઉપક્રમે ઘણીવાર વૃક્ષારોપણ કરાતું હોયછે.

Advertisement

Share

Related posts

ભરૂચ નજીક નેશનલ હાઈવે નં. 8 ઉપર ટ્રેલર અને અલ્ટો કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત.

ProudOfGujarat

ભરૂચની હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. માં કેમ્પસ ઇન્ટરવ્યુનો પ્રોગ્રામ યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વર પોલીસનો નવતર પ્રયોગ : હવે દરેક રિક્ષાને મળશે યુનિક નંબર : ગુનાખોરી અટકાવવા અને મુસાફરોની સુરક્ષા માટે પોલીસ વિભાગની વિશેષ પહેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!