Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા આવેલી ગાંધી સંકલ્પ યાત્રા ના સ્વાગત અને વિદાયમાન ના કાર્યક્રમ યોજાયા.

Share

ગુલામહુશેન ખત્રી રાજપારડી

ગાંધી બાપુની ૧૫૦ મી જયંતી ની ઉજવણીના ભાગરૂપે ભરુચ ના સાંસદ મનસુખભાઇ વસાવાની આગેવાની હેઠળ જંબુસર ના કારેલી ગામેથી નીકળેલ ગાંધી સંકલ્પ યાત્રા ભરૂચ સહિતના વિસ્તારોમાં ફરીને ઝઘડીયા આવી પહોંચી હતી.તા.૧૭ ના રોજ ઝઘડીયા મુકામે સંકલ્પ યાત્રા આવતા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.ઝઘડીયા તાલુકા ભાજપા પ્રમુખ નરેન્દ્રભાઈ વસાવા અને અગ્રણીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયુ.રાત્રિ રોકાણ ઝઘડીયા મુકામે કરીને આજે તા.૧૮ મીના રોજ સવારે ગાંધી સંકલ્પ યાત્રા એ પ્રસ્થાન કર્યુ હતુ.ગાંધી બાપુના વિચારો અને સિદ્ધાંતો ને લોકો સુધી પહોંચાડવા શરુ કરાયેલી આ ગાંધી સંકલ્પ યાત્રા નું તા.૨૩ ઓક્ટોબર ના રોજ નર્મદા જિલ્લાના સેલંબા ખાતે સમાપન થશે.ઝઘડીયા તાલુકાના કાર્યકરો એ યાત્રાના પ્રસ્થાન સમયે વિદાયમાન આપ્યુ હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં વધુ 30 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા કુલ આંકડો 765 થયો.

ProudOfGujarat

દહેજના જોલવા ગામ માંથી જુગારધામ ઝડપાયું.ચાર જુગારીયાઓની અટક કરાઈ.LCB પોલીસે ૬.૮૫ લાખ ની મત્તા જપ્ત કરી…

ProudOfGujarat

અંકલેશ્વર અંસાર માર્કેટ ખાતે ભંગારના ગોડાઉનમાંથી શંકાસ્પદ હાલતમાં બે મોટર સાઇકલ તથા એલ.પી.જી. ગેસ સિલિન્ડર ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!