Proud of Gujarat
FeaturedGujaratINDIA

મામલતદાર દ્વારા સંતોષજનક જવાબ ન મળતા ઝઘડીયા ભાજપા મહામંત્રીની ઉપવાસની ચીમકી ઉપવાસ પર બેસવાની વાત સોશિયલ મિડીયા પર ફરતી થતાં ચકચાર.

Share

ઝઘડીયા તાલુકા ભાજપાના મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડે ઝઘડીયાના મામલતદાર રાજવંશી ને ટેલિફોનથી પુછાયેલા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ભાજપા મહામંત્રીએ તા.૧૩ ડિસેમ્બરના રોજ સવારે ૯ વાગ્યે રાજપારડી ચાર રસ્તા પર ઉપવાસ પર બેસવાની જાહેરાત કરતા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.ભારતીય જનતા પાર્ટીના ઝઘડીયા તાલુકાના વોટસએપ ગ્રુપ પર મુકેલા એક સંદેશમાં ભુપેન્દ્રસિંહ રાઠોડે તાલુકા મામલતદાર તરફથી સંતોષજનક જવાબ ન મળતા ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી.અને અન્ય કાર્યકરો દ્વારા તેમના નિર્ણયને સમર્થન અપાયુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે બંધારણનાં ધડવૈયા એવાં ડૉ.બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી પ્રદુષિત વેસ્ટનો નિકાલ કરતો આઈશર ટેમ્પો ઝડપાયો.

ProudOfGujarat

પંચમહાલ : જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની તપાસ બાબતે તાલુકા પંચાયત કચેરીમાં રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!