Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : પુણા ગામનાં આઇમાતા ચોક નજીક આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાથી બેનાં મોત.

Share

સુરતના પુણા ગામના આઇમાતા ચોક નજીક આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી.

જેમાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે આગનો બનાવ બન્યો ત્યારે બે લોકો અંદરથી લોક મારીને સુતા હતા. આ રામદેવ ડેપોમાં સાડી રોલ પોલીસનું કામ ચાલતું હતું ત્યારે રોલ પોલીસના મશીનમાં મોડી રાત્રે 3:52 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જેમાં ભૂરારામ મકવાણા અને રાધેશ્યામ બેરવાલા નામના કામદારોના મોત નીપજ્યાં છે. બંને મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગને ફેક્ટરીમાંથી 7 જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે.

પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

તાપી જિલ્લાના વ્યારા ખાતે માતા સાવિત્રીબાઇ ફૂલે સ્માર્ટ આંગણવાડી ખાતે ત્રણ વર્ષ સુધીના નાના ભૂલકાઓનાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ

ProudOfGujarat

ભરૂચ : રિક્ષામાં નીકળેલી ટોળકીએ પેસેન્જર તરીકે બેસેલ મહિલાને વિશ્વાસમાં લઇ ઘરેણાં લઈ ફરાર થતા ચકચાર..!!

ProudOfGujarat

ઝાડેશ્વર – તવરા વચ્ચે ટર્ન મારતી વેળા બસ ડીવાઈડર પર ચઢી ગઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!