Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસને નાથવા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો જેમાં વિદેશ પ્રવાસે ગયેલ એક દંપતિને ઓબ્જર્વેશન માટે રખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share

કોરોના વાયરસને લઇ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો હતો. રાજ્યના આરોગ્ય વિભાગે કોરોના વાયરસની દહેશત અને સંભવિતતાને જોતા રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલો તેમજ સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવાના આદેશો જારી કર્યા છે.

દરમ્યાન ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઊભા કરાયેલ આઇસોલેશન વોર્ડમાં વિદેશથી આવેલ પતિ પત્નીને ઓબ્ઝર્વેશન માટે રખાયા હોવાની પણ વિગતો બહાર આવી છે. મળતી માહિતી પ્રમાણે આ દંપતિ હાલમાં મલેશિયા અને સિંગાપુરના પ્રવાસે ગયું હતું. બંનેનો રિપોર્ટ અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં પરીક્ષણ માટે મોકલાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે ભરૂચ સિવિલ હોસ્પિટલના સર્જને જણાવ્યું હતું કે આ દંપતિ તબીબી નિરીક્ષણ હેઠળ છે અને રિપોર્ટ આવ્યા બાદ સાચી પરિસ્થિતિ સામે આવશે હાલ તુરંત ચિંતાની કોઈ વાત નથી.

Advertisement

Share

Related posts

આગામી ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન.

ProudOfGujarat

અંકલેશ્વર મુલદ ચોકડી નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં લાગી આગ…

ProudOfGujarat

ભરૂચના જજીસ બંગ્લોઝ ખાતે ફરજ બજાવતો પોલીસકર્મી નશાની હાલતમાં ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!