Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોળમાં આર્યુવેદિક દવાખાના દ્વારા મહિલા મંડળની બહેનોને આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આવેલ સિદ્ધિ વિનાયક મહિલા મંડળની બહેનોને કોરોના વાયરસ પ્રતિરોધક ઉકળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત જીલ્લા પંચાયત સંચાલિત વાંકલ ગામનાં આર્યુવેદિક દવાખાનાનાં ડૉ.હેમાલીબેનનાં નેતૃત્વ હેઠળ વાંકલ ગામનાં અંબાજી મંદિર ખાતે આર્યુવેદિક ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકલ ગામની મહિલા મંડળની બહેનો તેમજ અન્ય લોકોએ આર્યુવેદિક ઉકાળાનો લાભ લીધો હતો. તેમજ ડૉ.હેમાલીબેન દ્વારા કોરોના વાયરસથી બચવા કયા કયા તકેદારીનાં પગલાં લેવા તે અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

પૂ. મહાત્‍મા ગાંધીજીની ૧૫૦મી જન્‍મ જયંતિ ઉજવણીગૃહ રાજ્ય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્‍થિતિમાં ગોધરા ખાતે જિલ્‍લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભારે વરસાદની અસર: પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનો રદ, કેટલીક શોર્ટ ટર્મિનેટ

ProudOfGujarat

તા.૯મી ઓગષ્ટ ‘ વિશ્વ આદિવાસી દિવસ’ની સુરત જિલ્લાના ત્રણ તાલુકાઓમાં ભવ્ય ઉજવણી કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!