Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં અને નર્મદા જિલ્લાની હદ પર આવેલા તાલુકાનાં ગામોમાં તાડફળીનાં મોટા પાયે ઝાડો હોવા છતાં લોક ડાઉનનાં કારણે ધંધો ન થવાથી રોજગારી પર અસર વર્તાઈ રહી છે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અને નર્મદા જિલ્લાની હદ પર આવેલા તાલુકાના ગામોમાં તાડફળીનાં મોટા પાયે ઝાડો આવેલા છે. ઉનાળામાં અસંખ્ય આદિવાસી પરિવારો તાડફળી વેચાણ કરી રોજીરોટી કમાય છે. આ વર્ષે કોરોના સંક્રમણના કારણે લોકડાઉન છે. જેથી તાડફળી ગામડાઓમાંથી શહેરમાં લાવવામાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં તાડફળીના દર્શન દુર્લભ બન્યા છે. પહેલાની જેમ લોકડાઉનને કારણે હાઈવે રોડ પર તાજી તાડફોડી કાઢી આપતા આદિવાસી પરિવારો હાલ દેખાતા નથી. લોકડાઉનને કારણે તાડફડીના ધંધામાં આ વર્ષ ખોટ આવી છે જેને કારણે તેમના ધંધા પર અસર પડી છે. હાલ વ્યક્તિગત છૂટક વેચાણ કરવાનો વારો આવ્યો છે. તાડના ઝાડ પર પુષ્કળ તાડફલ્લા લાગ્યા છે. તાડના ઝાડ પર નારિયેળ જેવા ફલ્લામાંથી ત્રણથી ચાર જેટલી તાડફડી નીકળે છે જેમાં મીઠો ગર અને નાળિયેર જેવું મીઠું પાણી નિકળે છે જે આરોગ્ય માટે ફાયદાકારક ઉનાળામાં ઠંડક આપતુ, પથરીના રોગ માટે પણ અકસીર અને લોકોનું પ્રિય ફળ ગણાય છે.

ઝઘડીયા તાલુકાની છેવાડાના ગામોમાં તાડના અસંખ્ય ઝાડો આવેલા છે જેમાં આદિવાસી પરિવારો તાડના ઝાડ ભાડે રાખે છે. શિયાળામાં તાડના ઝાડની ડાળીઓમાંથી નીકળતો મીઠો રસ નીરો ઉત્તમ પીણા તરીકે ગણાય છે. ઉનાળામાં તેને નાળિયેર જેવા ફળ લાગે છે તેને તોડીને તેમાંથી તાડફડીનું ફળ કાઢવામાં આવે છે. આ વર્ષે આદિવાસી પરિવારો માટે તાડફડી રોજગારીનો ઉત્તમ સાધન હોવા છતાં લોકડાઉનના કારણે આ રોજગારી પર તેની અસર વર્તાઈ રહી છે.

ઝઘડિયા નિમેષ ગોસ્વામી

Advertisement

Share

Related posts

શનિવારે CGMSની પરીક્ષા : રાજ્ય કક્ષાના મેરીટમાં આવનાર ૨૫ હજાર બાળકોને શિષ્યવૃત્તી મળશે

ProudOfGujarat

અંકલેશ્વર : જી.આઇ.ડી.સી.ની શ્રીનાથ કેમિકલ કંપની પર અજાણ્યા ત્રણ ઈસમોએ પથ્થર મારો કર્યો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના સૌજન્યથી જંબુસર બાયપાસ ચોકડી ખાતે સીટી કેર હોસ્પિટલમાં 45થી વધુ ઉંમરના લોકો માટે ફ્રી વેક્સિનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!