Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં અમરતપરા ગામ નજીક અમરાવતી ખાડીમાં કેમિકલ યુકત પાણીથી હજારો માછલીઓનાં મોત થવાને મામલે હવે GPCB ની તપાસ પર લોકો નજર કરી બેઠા છે.

Share

અંકલેશ્વરમાં વરસાદ પડતાં જ ફરી કેટલીક કંપનીઓ ફરી ખાડીઓમાં કેમિકલ યુકત પાણી છોડવાનું શરૂ કર્યું છે. અગાઉ આમલા ખાડીમાં પાણી છોડતા કેટલાયે ખેડૂતોની ખેતી નાશ પામી હતી ત્યાં જ હવે અંકલેશ્વરની બીજી ખાડી એવી અમરતપરા ગામ નજીક વહેતી અમરાવતી ખાડીને પ્રદુષિત કરવામાં આવી રહી છે. આજે કેટલીક કંપનીઓ દ્વારા અમરાવતી ખાડીમાં કેમિકલ યુકત પાણી છોડતા અમરાવતી ખાડીમાં અસંખ્ય માછલીઓનાં મોત થયા હતા.

જેને લઈને આ મામલે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા GPCB ની ટીમને જાણ કરી છે. GPCB ની ટીમે નમૂના લીધા છે હવે જોવાનું રહ્યું કે કઈ કંપની આ પ્રદૂષણમાં જવાબદાર છે તેની વિગતો GPCB બહાર લાવશે તેની ઉપર સર્વેની નજર છે.

Advertisement

Share

Related posts

સુરત સિવિલમાં દારૂના સેમ્પલ માટે લવાયેલો આરોપી બાથરૂમની બારીનો કાચ તોડી ફરાર.

ProudOfGujarat

નડિયાદના મંજીપુરા-કમળા પાસે આવેલ ડમ્પીંગ સાઈટ પર લાખો ટન કચરો પ્રોસેસિંગ કરવાની કામગીરી શરૂ કરાઇ

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના સામાજિક કાર્યકરો દ્વારા યુપીના અલીગઢમાં બાળકીની કરપીણ હત્યા અને ઝઘડિયા તાલુકાના દુષ્કર્મ મુદ્દે અંકલેશ્વર મામલતદારને આવેદન પત્ર પાઠવાયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!