Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ જી.આઈ.ડી.સી માં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં ફરી આગ લાગતા ભયનું વાતાવરણ ફેલાયું.

Share

કેટલાક દિવસો અગાઉ દહેજ મરીન પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં મોટી આગ લાગી હતી. આ આગનાં બનાવમાં 10 જેટલા કામદારો અને કર્મચારીઓનાં કરૂણ મોત નીપજયા હતા. જે અંગે પોલીસ કેસ પણ નોંધવામાં આવ્યો છે તે સાથે જંગી રકમનો દંડ પણ જવાબદાર વ્યક્તિને કરવામાં આવ્યો હતો. હાલ આ બનાવ અંગે તપાસ ચાલી રહી છે. તેવામાં તા. 22/8/2020 ના રોજ ફરી યશસ્વી કંપનીમાં આગ લાગતા આજુબાજુના ગામોના લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ કુલીગ ટાવરમાં વેલ્ડિંગ કરતા સમયે આગ લાગી હતી. આ બનાવનાં પગલે નાસભાગ મચી ગઈ હતી. હાલ મળતી માહીતી મુજબ કોઈ નુકશાન થયેલ નથી મરીન પોલીસ દહેજ બનાવ અંગે કાર્યવાહી કરી રહી છે.

Advertisement

Share

Related posts

નવસારીના વિજલપોર કૃષ્ણનગર વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

ProudOfGujarat

મેધની મહેર વલસાડ તંત્રનો “કહેર”વલસાડ નગર પાલિકાની કામગીરીથી જનતા ત્રસ્ત !વિજયભાઈ તંત્રની પાઠશાળા લ્યો !

ProudOfGujarat

જુનાગઢ : માંગરોળના સુપ્રસિદ્ધ કામનાથ મહાદેવ મંદિરે અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!