Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે જિલ્લા પંચાયતના નવીન મકાનનું ઇ-ખાતમુહૂર્ત યોજાશે

Share

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે આવતીકાલે પંચમહાલ જિલ્લા પંચાયતના નવીન મકાનનું ગાંધીનગર ખાતેથી ઈ-ખાતમુહૂર્ત યોજાશે. આ શુભ પ્રસંગે ગોધરાના સિવિલ લાઇન્સ રોડ ખાતેની જૂની પંચાયત કચેરી ખાતે સવારે ૧૦.૦૦ વાગ્યે કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. સમારોહના મુખ્ય મહેમાનપદે પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, છોટાઉદેપુર સાંસદશ્રી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય સર્વશ્રી સી.કે. રાઉલજી, શ્રી જેઠાભાઈ ભરવાડ અને સુશ્રી સુમનબેન ચૌહાણ સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

રાજુ સોલંક:-પંચમહાલ

Advertisement

Share

Related posts

માંગરોલ તાલુકા હેલ્થ કચેરી ખાતે આશા વર્કરો અને આશા ફેસિલેટરોની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર ને.હા.નં.48 પર બાયોડીઝલના નામે જવલનશીલ પ્રવાહીનુ વેચાણ કરતો એક આરોપી ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!