Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાનાં ધારોલી ગામે દિપડાએ બે વાછરડીનું મારણ કર્યું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે દીપડાએ એક ખેડૂતની બે પાલતુ વાછરડીને ફાડી ખાધી હોવાની ઘટના બનવા પામી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે રહેતા દેવેન્દ્રસિંહ પ્રભાતસિંહ પીલુદરિયા ખેતી સાથે પશુપાલન પણ કરે છે. ગઇકાલે રાત્રે તેમના ઘરના આંગણામાં ઝાડ સાથે બે વાછરડીઓ બાંધી હતી. રાત્રિના સમયે દિપડાએ બાંધેલ બે વાછરડા પર હુમલો કરી તેમનું મોત નિપજાવ્યું હતું. ભોગ બનનાર પશુપાલકે ઝઘડિયા રેંજ ઓફિસ ખાતે જાણવા જોગ ફરિયાદ આપી હતી. ઉલ્લેખનીય છે કે પાછલા લાંબા સમયથી ઝધડીયા તાલુકામાં વિવિધ વિસ્તારોમાં દિપડા દેખાતા હોવાની વાતો જાણવા મળી છે અને દિપડાઓ ગામમાં આવીને પાલતુ પશુઓ પર હુમલો કરીને તેમનું મારણ કરતા હોવાની ઘટનાઓ પણ તાલુકાના કેટલાય ગામોમાં ભુતકાળમાં બનવા પામી હતી. આ ઘટનાને લઇને ખેડૂત વર્ગમાં ડરની લાગણી ફેલાવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડીયા : પાણેથા ગામે સાસરીયાનાં ત્રાસથી યુવતીએ દવા પી ને જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન માં યુવાન ને મારમારી ને પોલીસે નિર્દયતા નો પરીચય આપ્યો છે.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા તલાટી મંડળ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!