Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નર્મદા મૈયા બ્રીજનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને હસ્તે થશે ઉદઘાટન : કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક.

Share

ભરૂચ ખાતે તા.૧૨ મી જુલાઈ-૨૦૨૧ ને સોમવારના રોજ અંદાજે ૪૦૦ કરોડથી વધુ ખર્ચથી તૈયાર થયેલ “નર્મદા મૈયા બ્રીજ” નું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઉદઘાટન થનાર છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરએ સભા, સ્ટેજ, મંડપ, ડાયસ પ્લાન વિગેરે વ્યવસ્થા બાબતે સબંધિત અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન આપી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટરએ કાર્યક્રમનું સુંદર આયોજન થાય તે જોવા સૂચન કર્યું હતું. નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, માર્ગ-મકાનના અધિકારી અનિલ વસાવા, ટ્રેની પોલીસ અધિકારી વગેરે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે વકૃત્વ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

લીંબડી : હરિદર્શન સોસાયટીમાં પાણીની લાઈન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ.

ProudOfGujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના વંશજ ભીમરાવ આંબેડકરજીનુ વ્યારા-તાપીમા હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!