Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં વેલાવી ગામના આંબા ફળિયાની ૧૯ વર્ષીય યુવતી ગુમ થઈ.

Share

ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના આંબા ફળિયાની 19 વર્ષીય યુવતી ગુમ થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વેલાવી ગામના આંબા ફળિયામાં રહેતી તૃપ્તિબેન અભેસિંગભાઈ વસાવા તારીખ 25 ના રોજ ઘરના સભ્યોને કોઈ પણ જાતની જાણ કર્યા વિના ચાલી નીકળી હતી. યુવતીની શોધખોળ કરવા છતાં તેનો ક્યાંય પત્તો ન લાગતા આખરે યુવતીના પિતાએ ઉમરપાડા પોલીસ મથકમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. ગુમ થયેલી યુવતી શરીરે મધ્યમ બાંધાની, રંગે ઘઉંવર્ણી, ઉંચાઈ ૫ ફૂટ ૨ ઇંચ, શરીરે પીળા કલરની ફૂલવાળી નાઇટી અને લાલ કલરની લેગીસ પહેરેલ છે. યુવતીએ ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કરેલ છે અને ગુજરાતી હિન્દી ભાષા બોલી શકે છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

છેલ્લા ૨૮ માસથી ગુમ/અપહરણ થયેલ નાબાલીક બાળકીને આરોપી સાથે ઝડપી પાડતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સ્કોર્ડ ભરૂચ

ProudOfGujarat

બ્રિટિશ PM બોરિસ જોનસનની પાર્ટીના સાંસદની ચાકુ મારી હત્યા : પોલીસે કરી આરોપીની ધરપકડ

ProudOfGujarat

અંકલેશ્વર : વાલિયા ચોકડી પાસેથી લાખોની મત્તાનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે 4 ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!