Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નબીપુર રેલવે સ્ટેશન પર અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો.

Share

નબીપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી એક 66 વર્ષના આશરાના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ તા. 11/10/2021 ના એક 66 વર્ષની ઉંમરના વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ભરૂચ રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. વૃદ્ધ કોઈ બીમારીને કારણે મૃત્યુ પામ્યો હોવાનું પોલીસનું અનુમાન છે.

ભરૂચ રેલેવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇએ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી મરનારના વાલીવારસોની શોધના ચક્રો ગતિમાન કર્યા છે. મરનારે ગુલાબી રંગનો આખી બાયનો શર્ટ તથા ભૂરા રંગનું પેન્ટ પહેરેલ છે. વાલી વારસોએ ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

ભરૂચના શાંતિબાગ એસ્ટેટમાં ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાની નવી બિલ્ડીંગનુ ઉદ્ઘાટન તેમજ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં લગ્નની લાલચ આપી યુવાન અને તેના પરિવારજનો પાસેથી ઠગ ટોળકીએ નાણાં પડાવ્યા

ProudOfGujarat

વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલ માં ડોક્ટરો અને અઘિકારી ની લાલીયાવાડી બેદરકારી થી દર્દીઓ ને પડતી હાલાકી ને લઇને વિરમગામ પત્રકાર સંઘ દ્રારા મુખ્યમંત્રી ને લેખિત મા રજુઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!