Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : વરેડિયા નજીક કારને અજાણ્યાં વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો.

Share

દીપાવલીના દિવસોમાં ભરૂચ જિલ્લામાં ઉપરાચાપરી ઘણા અકસ્માતોના બનાવો બન્યા છે ત્યારે આજે પણ એક અકસ્માતનો બનાવ વરેડીયા નજીક બન્યો હતો જેમાં અજમેરથી અંકલેશ્વર પોતાના ઘરે પરત ફરી રહેલા શેખ પરિવારની કારને અજાણ્યાં વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો.

આ બનાવ અંગે હજી પોલીસ ફરિયાદ નોંધી રહી છે પરંતું મળતી આધારભુત માહિતી મુજબ અંકલેશ્વરના શેખ કુટુંબના સભ્યો કારમાં અજમેર ગયા હતાં જે પરત આવી રહ્યા હતાં ત્યારે ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરેડીયા પાસે કોઈ અજાણ્યા વાહને કારને અડફેટમાં લીધી હતી. જોકે અજાણ્યા વાહનનો ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં શેખ પરિવારના ચારથી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી આ બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

લીંબડી જી.એસ.કુમાર વિદ્યાલયમાં ૪ કર્મચારીઓની વિદાય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

રાજકોટના રાજવી મનોહરસિંહજી દાદાની 83 વર્ષે ચિરવિદાય,.

ProudOfGujarat

ગુજરાતના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈનું નિધન..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!