Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર GIDC માં આવેલ ટ્રાન્સપોર્ટ ઓફિસનો ટેમ્પો વિશ્વાસઘાત કરી ટેમ્પો લઇ નાસી છૂટેલ ડ્રાઈવર ટેમ્પો વેચવા જતા LCB પોલીસે ઝડપી પાડ્યો…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટ ઓફિસ માંથી વિશ્વાસઘાત કરી ટેમ્પો લઇ ટેમ્પાનો ડ્રાઈવર નાસી છૂટ્યો હતો.આ ડ્રાઈવરે ટેમ્પો વેચવાનો પ્રયાસ કરતા LCB પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.આ બનાવ અંગે વિગતે જોતા મળેલ બાતમીના આધારે અંકલેશ્વર નોબલ માર્કેટમાં LCB પોલીસે વોચ ગોઠવી હતી .જે દરમિયાન બાતમી મુજબનો આઇસર ટેમ્પો નંબર GJ ૧૬ AU ૨૫૯૫ સાથે ૩ ઈસમો સંતોષ મહાનંદ યાદવ હાલ રહેવાસી અવધૂત નગર ગડખોલ પાટિયા મૂળ રહેવાસી ગોરખપુર ઉત્તર પ્રદેશ ,ગણેશ વિષ્ણુદયાલ યાદવ રહેવાસી અવધૂત નગર ગડખોલ પાટિયા અંકલેશ્વર મૂળ રહેવાસી દેવેરીયા ઉત્તર પ્રદેશ અને શિવકાંત હવલદારસીંગ યાદવ રહેવાસી અવધૂત નગર મૂળ રહેવાસી ભરથાણા ઉત્તર પ્રદેશને પકડી પાડી ટેમ્પાના દસ્તાવેજી પુરાવા માંગતા સંતોષકારક જવાબ ન મળતા ઘનિષ્ટ પુછપરછ કરતા પકડાયેલ ૩ આરોપી પેકીંનો એક સંતોષ અંકલેશ્વર GIDC માં ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલ અમર ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો અને માલિકની જાણ બહાર ટેમ્પો વેચવા નીકળ્યો હતો.આઇસર ટેમ્પાની કિંમત ૨,૫૦,૦૦૦ તથા અન્ય મુદ્દા માલ LCB એ જપ્ત કરેલ છે.

Advertisement


Share

Related posts

ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમમાં પાણીની આવક ઘટી : માત્ર 43.79% પાણી બચ્યું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગઢચુંદડી ગામના ખેડૂતને ચાર અજાણ્યા શખ્સોએ બેંકમાં ખેડૂતને વાતોમાં ભોળવી નજર ચુકવીને ખેડૂત પાસે રહેલા થેલામાંથી રૂપિયા 50,000 ઉઠાવી ફરાર થઈ ગયા હતા. ખેડૂતે આ અંગે ગોધરા A ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ProudOfGujarat

ગોધરા : ડીઝાસ્ટરની ટીમ દ્વારા કોરોના જાગૃતિ રેલીનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!