વિનોદભાઈ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ નોબલ માર્કેટના ભંગારના ગોડાઉનમાં રવિવારના રોજ બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે ગોડાઉનમાંથી આગના ગોટેગોટા જોવા મળ્યા હતા આગને કારણે સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરી હતી આગની ઘટનાને પગલે તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ હોલવવાનો પ્રયાસ કર્યો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ત્રણથી વધુ ફાયર ફાયટરો સ્થળે પહોંચ્યા હતા અને મહામહેનતે આગ બીઝાવવાનો પ્રયાસ કરી હતો આ લખાય છે ત્યાં સુધી આગ પર કાબુ મેળવ્યો નથી ત્યારે આગની ઘટનાને કારણે કોઇપણ જાતની જાનહાની નહી થતા સો કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી આગની ઘટનાને પગલે અન્ય ગોડાઉનોના માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

LEAVE A REPLY