વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર રાજ્પીપળા રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર ઇજાઓના પગલે એક ૪૦ વર્ષીય ઇસમનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.બનાવ અંગે જી.આઇ.ડી.સી પોલીસે અકસ્માત થી થયેલ મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર તા ૨૦મી ના રોજ ૧૧ કલાકે વિજયસિંગ બંસરોપનસિંહ રાજ્પુત ઉ.વર્ષ.૪૦ રહે, મીરા નગર, પ્લોટ નં. ૩૩૯,સારંગપુર, અંકલેશ્વરના નુર મસ્જીદ, બાપુનગર રોડ થી પસાર થઈ રહ્યા હતા.દરમિયાન પુરઝડપે આવતા કોઇ અજાણ્યા વાહને તેમને અડફેટે લેતાં ડાબા કાને અને ડાબા પગે નળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમાં વિજયસિંગનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ જી.આઇ.ડી.સી.પોલીસને થતા તેમણે રિતેશસિંગ નંદકિશોર્સિંગ રાજપૂતની ફરિયાદ નોંધી.અકસ્માતમાં થયેલ મોતનો ગુનો દાખલ કરી મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડી અકસ્માત સર્જી મોત નીપજાવી ફરાર અજાણ્યા વાહનચાલકની શોધ આરંભી છે.

LEAVE A REPLY