Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની કેમેટ વેટસ એન્ડ ફલો પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં સીસીટીવી કેમેરાનું વાયરિંગ કરી રહેલા ઈલેક્ટ્રીશયનને વીજ કરંટ લાગતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું

Share

પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળ તાલુકાના કુવરદા ગામમાં રહેતો ૨૨ વર્ષીય આનંદ ભગવાન દાસ વાઘ કોસંબાની સીસીટીવી કેમેરાની સાંઈ સિક્યુરીટી સોલ્યુશન એજન્સીમાં ઈલેક્ટ્રીશયન તરીકે ફરજ બજાવે છે એજન્સીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ કેમેટ વેટસ એન્ડ ફલો પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં સીસીટીવી કેમેરા ફીટ કરવાનો કોન્ટ્રાક્ટ લીધો હોય સીસીટીવીના ટેકનીશયન તરુણકુમાર અર્જુનભાઈ ટેલર અને આનંદ ભગવાન દાસ વાઘ સીસીટીવી કેમેરા લગાવવાનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન આનંદ ભગવાન દાસ વાઘ કંપનીના પતરા પર વાયર ખેંચી રહ્યો હતો તે વેળા તેને વીજ કરંટ લાગતા તે નીચે પટકાયો હતો જેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

15 મી ઓગષ્ટનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત તમામ પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.

ProudOfGujarat

ભરૂચની સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા કલેકટર.

ProudOfGujarat

ઝઘડીયા : આમલઝર ગામે ખેતરમાં ચાર કાપવા બાબતે માર માર્યા ની ફરિયાદ ઇજાગ્રસ્ત વૃધ્ધાને અંકલેશ્વર સારવાર માટે લઇ જવાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!