Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની ફરિયાદ અંગે એક જ દિવસમાં ૫ અલગ-અલગ કેસમાં આરોપીને તમામ કેસોમાં ૧-૧ વર્ષની સજા તથા ચેકની રકમ કરતા બમણી રકમનો કુલ રૂપિયા ૩,૪૦,૦૦૦ ના વળતર ચૂકવવાનું નામદાર અદાલતનો હુકમ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ ખાતે નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની ફરિયાદ અંગે એક જ દિવસમાં ૫ અલગ-અલગ ચુકાદા આવેલ છે.જે તમામમા આરોપીને સજા તેમજ દંડ ફટકારવામાં આવેલ છે.આ અંગે વિગતે જોતા ભરૂચના ફરિયાદી યોગેશ ચંદુભાઈ રાવલ કે જેઓ ભરૂચ ઝાડેશ્વરમાં રહે છે અને ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમા નોકરી કરે છે.તેમની પાસેથી આરોપી મેહુલ અજીતભાઈ શાહએ રૂપિયા ૪ લાખ કૌટુંબિક મિત્રતા સબંધના નાતે ઉધાર લીધા હતા અને આ રકમ થોડા દિવસમાં ચૂકવી આપવા જણાવ્યું હતું.પરંતુ ન ચુકવતા યોગેશ ભાઈએ આરોપી મેહુલ સામે પોતાની બાકી રકમની વસુલાત માટે તારીખ ૧૬-૦૨-૧૫ ના રોજ નેગોશીયેબલ એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી.ફરિયાદમાં આરોપીનો શરૂઆત થી જ નાણાં ડુબાડવાનો આશય હોય નામદાર કોર્ટની એસી-તેસી કરી નાણાંકીય જવાબદારી માંથી છટકી જવા આરોપીએ ફરિયાદી સામે સમાધાન કરી લીધું હતું અને કુલ ૧૩ ચેકો ચાલાકી વાપરી આપ્યા હતા.પરંતુ બેંકના ખાતામાં પૂરતા નાણાં ન હોવાથી નવા ચેકો લખી આપ્યા હતા જે તમામ ચેકો પરત ફરતા ફરિયાદીએ નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટના કાયદાની જોગવાઈ મુજબ આરોપીને સબક શીખવાડવા નામદાર અદાલતમાં જુદી-જુદી ફરિયાદો દાખલ કરી હતી.આરોપી કોર્ટ કેસ માંથી બચવા ભાગતો ફરતો હતો.ત્યારબાદ આરોપી મેહુલના તમામ કેસો પેકીં કુલ ૫ કેસો નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ હેઠળ ચાલી જતા મેહરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.ડી.નંદાણીની કોર્ટમાં ચાલી જતા આરોપીને ગુનેહગાર એટલે કે તોહમતદાર ઠેરવી એક વર્ષની સખત સાદી કેદ એટલુંજ નહિ પરંતુ આરોપી મેહુલે ફરિયાદીની મોટી રકમ વર્ષ ૨૦૧૬ થી ઉધાર લીધી હતી તેવી દલીલો કરતા આરોપી મેહુલને ૫ કેસોમાં ચેકોમાં જણાવેલી રકમ કરતા બમણી રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવા હુકમ કરેલ છે.તે જોતા કેસો ની રકમ કુલ ૧,૭૦,૦૦૦ સામે બમણી વળતરની રકમ રૂપિયા ૩,૪૦,૦૦૦ ચૂકવવાનો નામદાર અદાલતે હુકમ કરેલ છે.

Advertisement

Share

Related posts

સુરતની નવી સિવિલ ખાતે સારવાર લઈ ભરૂચ જિલ્લાના રૂંધા ગામનાં સગર્ભા ગૃહિણીએ ૧૭ દિવસનાં અંતે કોરોનાને આપી મ્હાત…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના લુહાર સમાજના અગ્રણી હીરાભાઈ ભયજીભાઈ લુહાર (રાઠોડ) નું અવસાન થતાં ગુજરાત લુહાર સમાજમા માતમ છવાઈ ગયું હતું : કાલોલ નગરમાં રહેતા વેપારીઓ દ્વારા દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી

ProudOfGujarat

ફરીદાબાદથી ટ્રેન મારફતે સુરત વિદેશીદારુની હેરાફેરી કરતો શખ્સ ઝબ્બે 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!