Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ભરૂચ એકમ દ્વારા “ભારતીય સાહિત્યમાં મૉં નર્મદા” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Share

અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ભરૂચ એકમ દ્વારા “ભારતીય સાહિત્યમાં મૉં નર્મદા” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન તા. 25 માર્ચ 2026ના રોજ તપોવન સંસ્કાર કેન્દ્ર, ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદ શ્રી નર્મદા સંસ્કૃત વેદપાઠશાળા મહાવિદ્યાલય, ભરૂચના સંયુક્ત ઉપક્રમે તથા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી યોજાયો હતો.
કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના, નર્મદાષ્ટકમ ગાન અને દીપ પ્રાગટ્ય સાથે થયો. ઉદ્ઘાટન સત્રમાં વિદ્વાન વક્તાઓએ “મૉં નર્મદા”ના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વ પર પ્રકાશ પાડ્યો. પરમ વિદુષી અર્ચનાદીદીના પ્રેરણાદાયક પ્રવચનથી કાર્યક્રમને વિશેષ ઊંચાઈ મળી.
પેનલ ચર્ચા અને શોધપત્ર વાંચન સત્રોમાં વિવિધ સંશોધકો દ્વારા નર્મદા વિષયક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચારવિમર્શ થયો. પરિસંવાદમાં કુલ 125 જેટલા પ્રતિભાગીઓ નોંધાયા અને આશરે 30 સંશોધન પત્રોનું વાંચન થયું.
આ પરિસંવાદ દ્વારા “મૉં નર્મદા”ના વૈવિધ્યપૂર્ણ પરિમાણોને ઉજાગર કરવામાં આવ્યા અને વિદ્વાનોને એક મંચ પર ચર્ચા કરવાની ઉત્તમ તક મળી. અંતે પ્રમાણપત્ર વિતરણ અને શાંતિમંત્ર સાથે કાર્યક્રમનું સફળ સમાપન થયું.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના રતનપુર નજીક ધોરીમાર્ગ પર વાહનો અટવાતા વાહનોની કતાર જામી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામે પતિએ પત્ની સાથે નહીં રહેતી હોવાથી માર માર્યો.

ProudOfGujarat

સાબરકાંઠા-આજે વિજયનગર બંધનું એલાન-ગટર યોજનાને કારણે ગામમાં ફેલાયેલી ગંદકીના વિરોધમાં અપાયો બંધ,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!