Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જુના તવરા ગામે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ જવારા ની શોભાયાત્રા યોજાઈ

Share

 

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા માતાજીના સમૂહ જવારા નું વિધિવ સ્થાપના કરવામાં આવ્યા હતા ચૈત્ર સુદ અગિયારસના થી ચૈત્ર સુદ પૂનમ સુધી પાંચ દિવસ યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના મોટી સંખ્યામાં ભક્તોએ ભક્તિ ભાવ સાથે હાજરી આપી હતી અને ચૈત્ર સુદ અગિયારસના દિવસે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરના પટ આંગણમાં યોજાયેલા આ સમૂહ જવારા ના આ કાર્યક્રમમાં કુલ 28 જોડાયે ભાગ લીધો હતો તમામ જોડાયે પરંપરાગત રીતે રિવાજ અનુસાર માતાજીના જવારા ની સ્થાપના કરી હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં પાંચ દિવસ ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું પાંચ દિવસ સવાર સાંજ નિયમિત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારે ચૈત્ર સુદ પૂનમ ને ગુરુવારના દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોરે 2:00 વાગ્યે ગ્રહશાંતિ પૂજા સાંજે 4:00 વાગ્યે શ્રીફળ હવન અને ત્યારબાદ સાંજે 5:00 વાગ્યે માતાજીની ભવ્ય શોભા યાત્રા યોજાઇ હતી તથા સાંજે 6:00 વાગ્યે મહાપ્રસાદ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે રાત્રે 9:00 કલાકે રાસ ગરબા સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જુના તવરા ગામના ગ્રામજનો જોડાયા હતા

Advertisement

Share

Related posts

સરકારી જમીનમાં ગેરકાયદેસર રેતીનુ ખનન થતા હોવાનો આક્ષેપ સાથે જીલ્લા કલેકટરને લેખીત રજૂઆત.

ProudOfGujarat

કોરોના રસીકરણ : છોટાઉદેપુર જિલ્લાના 67 ગામોમાં 100 ટકા રસીકરણ.

ProudOfGujarat

વલસાડના કપરાડાના ભોવાડા જાગીરા નજીક 35 મુસાફરો ભરેલ પિકઅપ ગાડી ઊંડી ખાઈમાં ખાબકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!