Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગ તાલુકાના આદિજાતિ લાભાર્થીઓ માટે પશુપાલન અને ખેતીવાડી યોજનાઓ હેઠળ સહાય માટે અરજીઓ મંગાવાઈ

Share

ભરૂચ :

નેત્રંગ તાલુકો ના આદિજાતિ લાભાર્થીઓ માટે ટ્રાયબલ સબ પ્લાન (TSP) હેઠળ પશુપાલન અને ખેતીવાડીને પ્રોત્સાહન આપવા સહાય યોજનાઓ જાહેર કરવામાં આવી છે.

Advertisement

યોજનામાં (૧) બકરા એકમ (૫+૧) અને (૨) પાવરડ્રીવન ચાફકટર મશીન ખરીદી પર સહાય આપવામાં આવશે. આ સહાયનો લાભ લેવા ઇચ્છુક આદિજાતિ લાભાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

ફોર્મ વિતરણની પ્રક્રિયા તા. 24/06/2026 થી 30/06/2026 સુધી હાથ ધરાશે. ત્યારબાદ તા. 01/07/2026 થી 07/07/2026 દરમિયાન લાભાર્થીઓએ નિયત નમૂનામાં અરજી ટપાલ મારફતે તાલુકા પશુદવાખાના, નેત્રંગ ખાતે મોકલવાની રહેશે.

યોજનામાં “વહેલા તે પહેલાના ધોરણે” અરજીઓ સ્વીકારવામાં આવશે. તેથી રસ ધરાવતા લાભાર્થીઓએ સમયસર અરજી કરવાની સૂચના આપવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી માટે લાભાર્થીઓએ તાલુકા પશુદવાખાના, નેત્રંગ નો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે।


Share

Related posts

માતાની મરજીથી સગીર વયની બાળકી પર થતો અત્યાચાર.નરાધમ છેલ્લા ૩ વર્ષથી અવાર-નવાર બળાત્કાર ગુજારતો હતો.જાણો ક્યાં ?મહિલા કલ્યાણ વિભાગ,માનવ અધિકાર પંચ,બાળ વિભાગ સામે સળગતો સવાલ…

ProudOfGujarat

બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલી સાયબર ક્રાઈમ ગુનો ‘એ’ ડીવીઝન પો. મથકે નોંધાયોં

ProudOfGujarat

*ભરૂચમાં જેલના કેદીઓના પુનર્વસન માટે સંભવ ઈનીસીએટીવ દ્વારા કોશિશ કી આશકેન્દ્રનું ઉદ્ઘાટન*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!