Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મિત્રતા દિવસે ‘મોજીલા કલાકારોની ટોળી’નો પ્રારંભ, બ્રહ્મ સમાજની પ્રતિભાઓને મળ્યું સર્જનાત્મક મંચ

Share

 

 

Advertisement

ભરૂચ :

મિત્રતા દિવસના અવસરે ભરૂચમાં બ્રહ્મ સમાજની સર્જનાત્મક પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે “મોજીલા કલાકારોની ટોળી” કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા ડૉ. ગંગુબેન હડકર હાઇસ્કૂલના સહયોગથી હાઇસ્કૂલના પ્રાર્થના હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.

બ્રહ્મ સમાજમાં રહેલી ઉભરતી કલાત્મક પ્રતિભાઓને યોગ્ય મંચ અને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી આ વિશેષ પહેલ અંતર્ગત હવે દર મહિનાના પ્રથમ રવિવારે “મોજીલા કલાકારોની ટોળી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ કલાત્મક રજૂઆતો દ્વારા સમાજના કલાકારો પોતાની પ્રતિભા રજૂ કરશે.

કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, મંત્રી રાજુભાઈ ભટ્ટ, ડૉ. ગંગુબેન હડકર હાઇસ્કૂલના કેમ્પસ ડિરેક્ટર બીપીનચંદ્ર જગદીશવાલા, આચાર્ય મનહરભાઈ વાઘેલા તેમજ શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના સ્થાપક હરેશભાઈ પુરોહિત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાજકુમાર દુબે, સુરેન્દ્ર તિવારી, હેમલભાઈ દવે, અમરીશભાઈ દવે સહિતના સંગઠનના સભ્યો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

બ્રહ્મ સમાજના સભ્યોની ઉત્સાહભરી ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે આ પહેલ દ્વારા સમાજની વિવિધ કલાત્મક પ્રતિભાઓને અભિવ્યક્તિનું સશક્ત મંચ ઉપલબ્ધ થશે અને સમાજમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને નવી દિશા મળશે.


Share

Related posts

મોટા સોરવા ગામની શાળામાં ઉજાસભણી કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચના જૂના બજાર વિસ્તારમાં 10 ફૂટ ઊંડો ભુવો પડતાં દોડધામ  :  પાલિકા અને પોલીસે તાત્કાલિક બેરિકેટ લગાવી વિસ્તાર સીલ કર્યો; સદનસીબે જાનહાનિ ટળી, સ્થાનિકોમાં ચિંતા વ્યાપી

ProudOfGujarat

ભરૂચ ના પત્રકારો અને જાહેર જનતા તરફ થી નવજીવન ન્યુઝ ના ડાયરેકટર પ્રશાંત દયાળ નો સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!