Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા સરકારી કોલેજમાં કાયદાકીય અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Share

 

વાંકલ :

Advertisement

ઉમરપાડા તાલુકા કાનૂની સેવા સમિતિ, સરકારી વિનયન-વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ઉમરપાડા પોલીસ સ્ટેશન તથા સિવિલ કોર્ટના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે કાયદાકીય અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરતના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કાયદાકીય જોગવાઈઓ, ટ્રાફિક નિયમો અને સાયબર ક્રાઈમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થયો હતો. કોલેજના આચાર્ય સુરેશભાઈ જી. બાગુલે મહેમાનોનું સ્વાગત કરી યુવાનોને ટ્રાફિક નિયમોનું પાલન કરીને સુરક્ષિત જીવન જીવવા અપીલ કરી હતી.

વકીલ એ.જે. વસાવાએ હેલ્મેટના મહત્વ તથા મર્યાદિત ઝડપે વાહન ચલાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉમરપાડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈએ હળવી રમૂજ સાથે યુવાનોને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા ટકોર કરી હતી. કોન્સ્ટેબલ ઉમેશભાઈએ સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો, મહિલા સુરક્ષા તેમજ 112 અને 1930 હેલ્પલાઈન અંગે માહિતી આપી હતી.

પીઆઈ જે.કે. ભરવાડે દીકરીની સુરક્ષા અને પોક્સો એક્ટ અંગે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. મુખ્ય અતિથિ પ્રિન્સિપલ સિવિલ જજ વી.એન. પટેલે પોક્સો એક્ટ, કાયદાકીય કાર્યવાહી તથા બંધારણીય જોગવાઈઓ અંગે ઉદાહરણો સાથે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન ડૉ. જશુબેન પરમાર અને રજીસ્ટ્રાર એસ.એસ. જોશીએ કર્યું હતું. કાર્યક્રમમાં કોલેજ સ્ટાફ, વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે પ્રા. જશુબેન પરમારે આભારવિધિ કરી હતી.


Share

Related posts

નડિયાદ ખાતે ખેડા જીલ્લા ભાજપ કાર્યાલય કમલમમાં પત્રકાર પરિષદ યોજાઇ.

ProudOfGujarat

ગઝલ અને છન્ડ પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરાયું

ProudOfGujarat

અમદાવાદ : પોલીસકર્મી બની જાહેર રોડ પર લોકો પાસેથી પૈસા પડાવતો નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી જેલ ભેગો કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!