Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગુજરાત ગેસે CNGના ભાવમાં ફરી ₹3.74નો વધારો, નવો ભાવ ₹88.75  : 28 દિવસમાં બીજીવાર ભાવવધારો; આ વર્ષે અત્યાર સુધીમાં ત્રણ વખત CNG મોંઘું થયું

Share

 

મોંઘવારીનો વધુ એક ઝટકો વાહનચાલકોને લાગ્યો છે. ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં કિલોદીઠ રૂ.3.74નો વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારા બાદ CNGનો નવો ભાવ રૂ.88.75 પ્રતિ કિલો થયો છે. અગાઉ 20 જુલાઈએ CNGના ભાવમાં રૂ.2નો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે માત્ર 28 દિવસના ટૂંકા ગાળામાં ફરી એકવાર CNG મોંઘું થયું છે. ગુજરાત ગેસની સત્તાવાર વેબસાઇટ પર CNGના ભાવ તપાસવાની સુવિધા ઉપલબ્ધ છે.

Advertisement

ચાલુ વર્ષ દરમિયાન ગુજરાત ગેસે CNGના ભાવમાં ત્રણ વખત વધારો ઝીંક્યો છે. 15 મેના રોજ રૂ.2.75નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 20 જુલાઈએ રૂ.2 અને હવે 17 ઓગસ્ટે વધુ રૂ.3.74નો વધારો કરવામાં આવ્યો છે. આમ, આ વર્ષે અત્યાર સુધીમાં ત્રણ ભાવવધારામાં CNG કુલ રૂ.8.49 પ્રતિ કિલો મોંઘું થયું છે.

જો પાંચ વર્ષ પહેલાંના ભાવ પર નજર કરીએ તો ઓક્ટોબર 2021માં ગુજરાત ગેસનો CNG ભાવ રૂ.58.10 પ્રતિ કિલો હતો. ત્યારથી તબક્કાવાર ભાવવધારાના પગલે CNGનો ભાવ હવે રૂ.88.75 સુધી પહોંચી ગયો છે. એટલે પાંચ વર્ષના સમયગાળામાં કિલોદીઠ રૂ.30.65નો વધારો, એટલે કે આશરે 52.8 ટકા ભાવવધારો થયો છે.

ઓટો-ટેક્સી ચાલકો સહિત સામાન્ય વાહનચાલકો પર વધારાનો બોજ

CNGના ભાવમાં સતત વધારાની સીધી અસર ઓટોરિક્ષા, ટેક્સી અને CNG કારચાલકોના માસિક ઇંધણ ખર્ચ પર પડશે. છેલ્લા કેટલાક વર્ષોમાં CNGને પેટ્રોલ-ડીઝલની સરખામણીએ સસ્તા વિકલ્પ તરીકે જોતા વાહનચાલકોની સંખ્યા વધી છે, ત્યારે વારંવાર થતા ભાવવધારાને કારણે હવે CNGના આર્થિક ફાયદા અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.


Share

Related posts

અંકલેશ્વર- નગરપાલિકાના પ્રમુખ ના પોતાના ઓરડામાં જ રોડ રસ્તા ની હાલત ખરાબ, સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે રસ્તો બનાવવાની માંગ..

ProudOfGujarat

કબીરવડ ખાતે ડૂબેલા મામા-ભાણેજ પૈકી મામાનો મૃતદેહ મળ્યા બાદ ભાણેજની પણ લાશ મળી

ProudOfGujarat

વૉર 2 ની વાર્તા દરેક માટે ગુપ્ત રહેવી જોઈએ!’ : ઋતિક અને NTR દર્શકોને સ્પોઇલર્સથી દૂર રહેવા વિનંતી કરે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!