Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં રસ્તાનું યુદ્ધનાં ધોરણે શરૂ થયેલ કામકાજ, નગરપાલિકાનાં દંડક અને કોંગ્રેસનાં સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ અને અન્ય આગેવાનોએ આપેલ આવેદનપત્રનો પડધો પડયો તેમ જણાઈ રહ્યું છે.

Share

ભરૂચ નગરનાં તમામ મુખ્ય રસ્તા તેમજ અન્ય રસ્તાઓ પર ખૂબ ઊંડા ખાડાઓ જણાતા હતા જેના પગલે રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને વાંચા આપવા ભરૂચ નગરપાલિકાનાં દંડક અને સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા તેમજ તેમની સાથેના આગેવાનો દ્વારા ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાલાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તાકીદે રસ્તા રિપેરિંગ કામ કરવાની રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્રની સીધી અસર થઈ હોય તેમ નગરપાલિકા તંત્ર દ્વારા યુદ્ધનાં ધોરણે રસ્તાનાં કામકાજ શરૂ કરી દેવાયા છે.

વિવિધ રસ્તાઓ પર પડેલ ઊંડા ખાડા પૂરવાની શરૂઆત કરાતા એક સાથે 5 થી 6 સાઇટ પર કામ શરૂ કરાતા આવેદનપત્રનો સીધો પડધો પડયો હોય અને તંત્ર દોડતું થયું હોય તેમ કહી શકાય.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતિસિંહ વસાવાએ દેડિયાપાડા સાગબારા તાલુકાનાં વિજ પ્રશ્નો અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલને પત્ર લખ્યો..

ProudOfGujarat

અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ ESIC હોસ્પિટલમાં DCM કંપની દ્વારા બે ઓક્સિજન પ્લાન્ટ ડોનેટ કરાયા : કલેકટર ડો.એમ.ડી.મોડિયાના હસ્તે કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલા રૂ. 10 લાખનો ડિઝાઈનર આઉટફિટ પહેરી દર્શકોનું ધ્યાન ખેંચ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!