Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં દહેગામ ગામે સગીર વયની બાળા ગુમ થયા અંગેની નોંધાયેલી પોલીસ ફરિયાદ.

Share

ભરૂચ તાલુકાનાં દહેગામ ગામે મૂળ યુ.પી ઉન્નાવનો મહમદ મદાર શેખ આઇસર ટેમ્પો ચલાવી નોકરી કરી પોતાની પત્ની તથા ત્રણ બાળકો સાથે રહે છે. ત્રણેય બાળકો ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલ હુશેનિયા વિદ્યાભવનમાં અભ્યાસ અર્થે આવે છે. ગતરોજ રાબેતા મુજબ દહેગામ ગામેથી બાંધેલી રિક્ષામાં શાળાએ આવવા નીકળેલ હતા દરમિયાન મહમદભાઈ આઇસર ટેમ્પા ઉપર દહેજ રોડ ઉપર નવેઠા ચોકડી ઉપર આઈસ ફેકટરીમાં કામકાજ અર્થે આવેલ હતા. પોતાની પત્નીનો બપોરના 3 વાગ્યે ફોન આવેલ કે છોકરી શાળાએથી પરત આવેલ નથી. આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતાં પણ મળી આવેલ નથી. સઘન શોધખોળના અંતે સગીર બાળાને કોઇ ભગાડી ગયું હોય અથવા કોઈ અઘટીત ઘટનાનો શિકાર બની હોય તેવી પ્રબળ શંકાના આધારે ભરૂચ તાલુકા રૂરલ પોલીસ સ્ટેશનમાં 363 હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ અને વડોદરા જિલ્લાના નર્મદા નદી કાંઠે નીતિ નિયમો નેવે મૂકી રેતી ખનન ચાલતું હોવાના કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાના આક્ષેપ

ProudOfGujarat

લીંબડી તાલુકાના ચોરણીયા ગામે તળાવમાં પગ લપસી જતાં મહિલાનુ મોત નિપજયું

ProudOfGujarat

રાજકોટમાં વ્યાંજકવાદનો ત્રાસ વધ્યો, એક સાથે અલગ અલગ ૮ ગુના નોંધાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!