Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ સ્થિત સૈયદ મોટામિયા બાવા સાહેબની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત ચિશ્તીયા નગરમાં આવેલી સુપ્રસિધ્ધ હજરત પીર મોટામિયા બાવા સાહેબના આસ્તાના પર પરંપરાગત સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા. ચૌધરી અનુયાયીઓ વહેલી સવારથી દરગાહ શરીફમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા.

મોટામિયા ચિશ્તી સાહેબના સીઝરા શરીફનું પઠન કર્યું હતું. હજરત સૈયદ સલીમુદ્દીન પીરઝાદા સાહેબ તેમજ ડો. પીર મતાઉદ્દીન બાવા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બન્ને મહાનુભાવોના હસ્તે દરગાહ શરીફ પર સંદલ શરીફ તેમજ ફૂલ ચાદર અર્પણ કરવામાં આવી હતી. સાથે સાથે અકિદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. દરગાહ કમિટી દ્વારા રોઝદારો માટે ઇફતારીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ચોરીની ત્રણ મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 ને લગતાં સારા સમાચાર સિવિલનાં સ્ટાફ નર્સ અને રબ્બાની મહોલ્લાનાં યુવકનાં બે ટેસ્ટ નેગેટિવ આવતાં રજા અપાઈ.

ProudOfGujarat

લખનઉના હઝરતગંજની એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં બે નાં મોત નિપજ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!