Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વાવાઝોડાના સંકટમાંથી ગુજરાતને હેમખેમ બહાર લાવવા જવાલેશ્વર મહાદેવને જળાભિષેક કરાયો

Share

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બિપોરજોય વાવાઝોડામાંથી ગુજરાત હેમખેમ બહાર આવે તે પ્રાર્થના સાથે મહાદેવને જળાભિષેક કરાયો.

રાજ્યમાં બિપરજોય વાવાઝોડાના કારણે સ્થિતિ ભયાનક થઇ રહી છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ભારે પવનો ફૂંકાવવાની સાથે વરસાદ વરસવાનો પણ શરૂ થઇ ચૂક્યો છે. આ પહેલા આવેલા તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં કેટલીય જગ્યાએ માલહાનિ અને જાનહાનિ નોંતરી હતી, હવે આ વખતે આવેલા બિપરજોય વાવાઝોડાને લઇને પણ સરકાર અને જનતા ચિંતિત છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઝાડેશ્વર સ્થિત જ્યોતિનગર ખાતે આવેલા જવાલેશ્વર મહાદેવ મંદિર ખાતે બિપરજોય વાવાઝોડું દરિયામાં જ સમાઇ જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારુતિ અટોદરિયા, ફતેસિંહ ગોહિલ, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયતના બાધકામ સમિતિના ધર્મેશ મિસ્ત્રી, મંત્રી નિશાંત મોદી સહિતના હોદ્દેદારો દ્વારા મહાદેવને જળાભિષેક કરી આવનાર સંકટમાંથી ઉગારવા પ્રાર્થના કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 15 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2104 થઈ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરની ચંદ્રબાલા મોદી એકેડમીના રજતજયંતિ વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ઝઘડીયાના પડવાણીયા ગામે સાડી સળગતા ગંભીર રીતે દાઝી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!