અમદાવાદના ઘોડાસર વિસ્તામાં રહેતાં મૌલિક અજીત પટેલ એસજી હાઇવેની સપથ હેક્ઝા સોલારોડખાતે આવેલી વિરાટ એસીડ પ્રા. લી. કંપનીમાં મેનેજર તરીક ફરજ બજાવે છે. તેમની કંપનીમાં 10 ટેન્કર છે. જેના થકી તેઓ કંપનીઓના ઓર્ડરના આધારે ટેન્કરમાં વહન કરે છે. તેમના ટેન્કર પર ડ્રાઇવર તરીકે કામ કરતો રાજસ્થાનના ડુગરપુરાનો લીલારામ ઉર્ફે કાલુ નાથુલાલ રઉત તેમનું ટેન્કર લઇને હાલોલ જીઆઇડીસીથી વાગરા દહેજ જીઆઇડીસીમાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં કોસ્ટિક સોડા લાય લોડ કરવા માટે ગયો હતો. રાત્રે આઠેક વાગ્યાના અરસામાં કોઇનો લીલારામના મોબાલઇથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારા અજણ્યાં શખસ્ જણાવ્યું હતું કે વાગરા તાલુકાના ઓનજીસીના સીપીએમ ઓઇલ પ્લાન્ટથી ચાંચવેલ જતાં રોડ પર અકસ્માત થયો છે જેથી તેઓ તુરંત વાગરા આવવા માટે રવાના થયા હતાં. તેઓ વાગરા પહોચતા ઇજાગ્રસ્ત લીલારામ ઉર્ફે કાલુને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હોવાનું તબીબે જણાવ્યું હતું. બનાવ સંદર્ભે વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રકના ચાલકે ટેન્કરમાં અકસ્માત સર્જતા ટેન્કર ચાલકનું મોત
Advertisement
